loader

Breaking News


Home > Gujarat > પાટનગર બન્યું ચોરોનું ગઢ, પોલીસનાં પેટ્રોલિંગનાં દાવાઓ પર પ્રશ્નાર્થ


Foto

પાટનગર બન્યું ચોરોનું ગઢ, પોલીસનાં પેટ્રોલિંગનાં દાવાઓ પર પ્રશ્નાર્થ

July 12, 2018, 10:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં સમયથી ઘરફોડ ચોરીનાં બનાવમાં વધુ એક બનાવનો ઉમેરો થતાં એક પછી એક વધી રહેલી ઘરફોડ ચોરીનાં કારણે પોલીસનાં રાત્રી પેટ્રોલિંગ, વાહન ચેકિંગ વગેરે ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન દેખાઇ રહ્યો છે.



સૂત્રોનાં જણાવ્યા અનુસાર સેક્ટર-14માં મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સોને ફરતા જોઇ સ્થાનિકોએ બુમો પાડી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે અજાણ્યા શખ્સોએ પોતાની પાછળ આવતા લોકોને જોઇ દોટ લગાવી હતી. આ એક માત્ર કિસ્સો નથી આ સિવાય સેક્ટર-૨૭ જ્યાં પોલીસ અધિક્ષક, રેન્જ આઈજીની કચેરી તથા એસઆરપી ગ્રૂપ ૧૨ની ઓફિસ આવેલી છે તેની સમીપની સોસાયટીઓમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મંગળવાર મોડી રાત્રીએ તસ્કરોએ સેક્ટર-૨૭માં બે બંધ મકાન અને એક દુકાનને નિશાનો બનાવી હતી. જ્યારે શહેરની બીજી બાજુએ આવેલા વાવોલમાં પણ જ્વેલર્સ સહિત ત્રણ દુકાનનાં તાળા તોડ્યા હતાં. જો કે આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગાંધીનગર શહેર તથા તેમાં સમાવિષ્ટ ગામોમાં વધતી જતી ઘરફોડ ચોરી કારણે સ્થાનિક પોલીસનાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ વગેરેનાં દાવાઓ નિષ્ફળ થઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી તસ્કરોએ પાટનગરને ઘમરોળી રહ્યાં છે.

એક પખવાડિયાની ચોરીઓ તરફ નજર કરીએ તો તસ્કરોએ આ સમયનાં ગાળામાં એકપણ દિવસ ચોરીની ઘટનાને અંજામ આપ્યા વગર પસાર કર્યો હોય તેવો બન્યો નથી. સ્થાનિક તેમજ જિલ્લાની પોલીસનો સમગ્ર વિભાગ તસ્કરોને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે. નવ પોલીસ ચોકીઓ, નાકા પોઈન્ટ, તેમજ મહત્વનાં સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આયા હોવા છતાં તસ્કરો પોલીસ નજરથી બચી રહ્યાં છે. જેના કારણે શહેરીજનોને ઘર બંધ કરીને બહાર ગામ જવાનું મુશ્કેલ થઈ રહ્યું છે અને ઉપરા છાપરી વધી રહેલાં ઘરફોડ ચોરીનાં બનાવોએ નાગરિકોનાં જીવ અધ્ધર કરી દીધા છે. સેક્ટર-૨૭ ની એક્તા સોસાયટીમાં જ મંગળવારે સવારે ૪ થી ૬ નાં અરસામાં બે સ્થળોને નિશાન બનાવ્યા હતાં. બંને સ્થળોએ કોસ જેવા હથિયારથી દુકાનનાં શટર તોડવામાં આવ્યું હતું. તેમજ સ્વસ્તિક સોસાયટીમાં પણ બે મકાનોનાં દરવાજાનાં નકુચા તોડ્યા હતાં. જેમાં બંધ મકાનમાંથી વહેલી સવારે બે યુવાનો બુકાની બાંધેલી હાલતમાં નિકળ્યા હતાં.