loader

Breaking News


Home > National > પંજાબમાં રેલી અગાઉ કેપ્ટન અમરિંદરે PM મોદીને આપી આ ચેલેન્જ


Foto

પંજાબમાં રેલી અગાઉ કેપ્ટન અમરિંદરે PM મોદીને આપી આ ચેલેન્જ

July 11, 2018, 12:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ચંડીગઢ : ૨૦૧૯ ની લોકસભા ચુતાનીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબમાં રેલીને સંબોધન કરશે જો કે PM નાં પંજાબ પહોંચવા અગાઉ જ તેના પર રાજનીતિ શરુ થઇ ગઈ છે. પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે PM મોદીની મુલાકાત અગાઉ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમણે ખેડૂતોનાં દેવામાફીની જાહેરાત કરી દેવી જોઈએ.

અમરિંદર સિંહે જણાવ્યું હતું કે મને ખુશી છે કે પ્રધાનમંત્રી પંજાબનાં ખેડૂતોને સંબોધિત કરશે. હું કહેવા માંગું છું કે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેવામાફીની જાહેરાત કરી દેવી જોઈએ અને આ સાથે જ તેમણે સ્વામીનાથન રીપોર્ટની ભલામણોને લાગુ કરવાનું એલાન કરી દેવું જોઈએ. તેઓએ લખ્યું હતું કે આપણા પરેશાન ખેડૂત જો તમારી પાસેથી કંઇક પોઝીટીવ સાંભળશે તો સારું રહેશે.