loader

Breaking News


Home > Gujarat > જહાજનાં કેપ્ટન આસારામનાં ડૂબતા ઘરના સભ્યો બાપુથી છેડ્યો ફાડ્યો હોય તેમ દૂર થવા લાગ્યા


Foto

જહાજનાં કેપ્ટન આસારામનાં ડૂબતા ઘરના સભ્યો બાપુથી છેડ્યો ફાડ્યો હોય તેમ દૂર થવા લાગ્યા

April 27, 2018, 7:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આસારામને આજીવન કૈદની સજા થયા બાદ આજે પહેલીવાર તેની દિકરી ભારતી મીડિયા સમક્ષ આવી હતી. ભારતી ગાંધીનગર કોર્ટમાં હાજર થવા માટે આવી હતી. સૂરતની બે સગી બહેનોએ આસારામ, નારાયણ સાઇ પર રેપનો આરોપ લગાવ્યો હતો, જે કેસ ગાંધીનગરની કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં માત્ર આસારામ અને નારાયણ સાઇ જ નહી પણ આસારામની પત્નિ લક્ષ્મી અને તેની દિકરી ભારતી પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે.



ભારતીનાં ગાંધીનગર કોર્ટમાં આવતા મીડિયાએ તેને આસારામને લઇને સવાલો કર્યા હતા, જેમાં તેણે કહ્યુ કે, મને મારા પિતા વિશે કશું જ ન પુછશો, જો તેમને લઇને કોઇ સવાલ કરવો હોય તો તેમને જ કરો. ભારતી અહી તેના પર લાગેલા કેસમાં હાજરી આપવા માટે આવી હતી. ભારતી પર કેસ સૂરતની બે સગી બહેનોએ જ કર્યો છે. તે બહેનોનાં કહેવા અનુસાર, આસારામની દિકરી અને તેની પત્નિ બાપુ પાસે છોકરી પહોચાડવાનું કામ કરતા હતા. જો કે હાલમાં ભારતી જામીન પર બહાર છે. ગાંધીનગર કોર્ટમાં પહોચતા ભારતીને મીડિયાએ બાપુનાં આજીવન કૈદ વિશે સવાલ કરતા તેણે કહ્યું કે, મને મારા વિશે પુછો, બાપુનાં વિશે તેમને જ પુછી લો, અમને નથી ખબર કે તે શું કરશે.

આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇ જેલમાં હોવાથી આસારામની અબજોની સંપત્તિ અને તેના સામ્રાજ્યને તેની દિકરી ભારતી કુશળતાથી ચલાવી રહી છે. ભારતીએ આસારામથી પોતાને અલગ કરતા કહ્યુ કે, હુ બાપુથી છેલ્લા 17 વર્ષોથી અલગ રહીને કામ કરી રહી છુ. મારી પ્રવૃત્તિ પણ તેમનાથી અલગ છે, હુ તેમની સાથે પણ નથી અને તેમની કોઇ પ્રવૃત્તિમાં પણ નથી. એક માહિતી મુજબ આસારામનું લગભગ 10 બજાર કરોડીનું સામ્રાજ્ય છે. તેના દેશભરમાં 400 આશ્રમ અને 40 શહેરોમાં સ્કૂલો છે, જેનું સંચાલન હવે ભારતી જ કરે છે. આ સાથે તેની અબજોની મિલ્કતને પચાવી પાડવા માટે આશ્રમનાં અમુક ભક્તો અને રાજકીય નેતાઓ કામે લાગી ગયા હોય તેવું જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.