loader

Breaking News


Home > Bollywood > સોશિયલ મીડિયામાં ખુબ જોવાઇ રહ્યો છે આ મનમોહક વીડિયો


Foto

સોશિયલ મીડિયામાં ખુબ જોવાઇ રહ્યો છે આ મનમોહક વીડિયો

Feb. 13, 2018, 4:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં એક કોલેજની છોકરી પોતાના ચહેરાનાં હાવભાવથી ઘણા લોકોનું દિલ જીતી લીધુ છે. તેનું નામ પ્રિયા પ્રકાશ વરિયર છે, પ્રિયા એક મોડલ હોવાની સાથે મલિયાલમ એક્ટર્સ પણ છે.




પ્રિયા પ્રકાશનાં એક વીડિયો ક્લિપને સોશિયલ મીડિયામાં ઘણી વાહ વાહી મળી રહી છે. જેમાં તેનો મનમોહક અંદાજ લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. પ્રિયાનાં આ વીડિયોને લાખો લોકો શેયર અને કરોડો લાઇક્સ કરી ચુક્યા છે. વાયરલ થઇ રહેલો વીડિયો એક મલિયાલમ ગીત ‘Manikya Malaraya Poovi’ નો એક સીન છે. આ ગીત તેની આવનારી ફિલ્મ ‘Oru Adaar Love’નો છે. આ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે. બે દિવસ પહેલા વાયરલ થયેલ આ વીડિયો સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફોર્મ પર ઝડપથી શેયર કરવામાં આવી રહ્યો છે. તેટલુ જ નહી ઇંસ્ટાગ્રામ પર તેના ફેન ફોલોવિંગની સંખ્યા ઝડપથી વધી રહી છે. પ્રિયાનાં ફેન ફોલોવિંગે તેને દુનિયાની ત્રીજી પોપ્યુલર ઇંસ્ટા સેલેબ્સ બનાવી દીધી છે. માત્ર એક જ દિવસમાં પ્રિયાનાં ઇંસ્ટાગ્રામ પર 6 લાખથી પણ વધુ ફોલોવર થઇ ગયા છે, જે એક રેકોર્ડ બનવી ગયો છે.