loader

Breaking News


Home > National > પથ્થરબાજો પરનાં કેસ પાંછા ખેચવા બાબતે બીજેપી સાંસદનો બફાટ


Foto

પથ્થરબાજો પરનાં કેસ પાંછા ખેચવા બાબતે બીજેપી સાંસદનો બફાટ

June 11, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કાશ્મીરનાં પથ્થરબાજો પર લગાવવામાં આવેલા કેસને પાંછા ખેંચવા મુદ્દે બીજેપીનાં સાંસદ ડી.પી.વત્સએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, કાશ્મીરનાં પથ્થરબાજો પરથી કેસ પાંછા ખેંચવાની જગ્યાએ તેમને ગોળી મારી દેવી જોઇએ.



પથ્થરબાજો પર દાખલ કરવામાં આવેલા કેસને કશ્મીરની બીજેપી અને પીડીપી સરકારે પાંછા ખેંચી લીધા છે. આ અંગે રાજનાથ સિંહે નિવેદન આપતા કહ્યુ હતુ કે, પથ્થરબાજો પરના કેસ પાંછા ખેંચવાનું કારણ છે કે, બાળકોથી ભૂલો તઇ જતી હોય છે અને તેમનુ ભવિષ્ય ખતરામાં ન પડવુ જોઇએ. બીજેપી સાંસદ વત્સનું વિવાદિત નિવેદન રાજનાથ સિંહનાં નિવેદન બાદ સામે આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, હરિયાણાનાં બીજેપી સાંસદ ડી.પી.વત્સ રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ છે.