loader

Breaking News


Home > Gujarat > દાઉદને પકડવાની વાતો કરતા વારંવાર હાર્દિકને પકડી જાય છેઃ સી.જે.ચાવડા


Foto

દાઉદને પકડવાની વાતો કરતા વારંવાર હાર્દિકને પકડી જાય છેઃ સી.જે.ચાવડા

March 15, 2018, 8:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : બુધવારે થયેલી મારામારી બાદ આજે ગુજરાત વિધાનસભામાં ભાજપને વિરોધ પક્ષે ઘેરી હતી. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકારને તેમના વાયદાઓની યાદ અપાવતા કહ્યુ હતુ કે, જે સરકાર દાઉદને પકડવાની વાતો કરતી હતી તે વારંવાર હાર્દિકને પકડી જાય છે.
આજે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ તરફથી ભાજપને ઘેરી લેવામાં આવી હતી. જ્યા કોંગ્રેસનાં ધારસભ્ય સી.જે.ચાવડાએ સરકાર પર તીખુ વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, જે 56ની છાતીની વાત કરે છે તેમને હુ કહેવા માગીશ કે 120 હાથીની, ઉંટની 96, ઘોડાની 90 અને 56ની છાતી તો ખચ્ચરની હોય છે, જ્યારે માણસની 36ની છાતી હોય છે. તેમણે વધુમાં કહ્યુ કે, ગુજરાતની અસ્મિતાને હાનિ પહોચે તેવા કુકર્મ અહી થયા છે. પહેલા કમીશનો રચાયા, એમ.બી.શાહ કમીશન ત્યાર બાદ નલીયા રેપ કાંડ, દલિત કાંડની વાતો કરતા તે સિવાય કહેતા કે અમે દાઉદને પકડવાના જે વારંવાર હાર્દિકને પકડીને જેલમાં પુરે છે. અંગેજો સમયનાં જનરલ ડાયરને આપણે સૌ ભુલી ગયા હતા આ સરકારે ફરી ગુજરાતમાં જનરલ ડાયર શબ્દ ગુંજતો કર્યો છે.


કોંગ્રેસ ધારાસભ્ય સી.જે.ચાવડાએ વધુમાં કહ્યુ કે, એક માથા સામે 10 માથા લાવીશું શું થયુ તેનું? 10 માથા તો ન આવ્યા પરંતુ દેશનાં સૈનિકો શહિદ થતા આપણે સૌ જોઇ રહ્યા છે. જે ખુબ જ ચિંતાની વાત છે. નર્મદામાં જેટલુ પાણી નથી તેથી વધુ દારૂ ગુજરાતમાં પકડાય છે, પરંતુ સરકાર તે જવાબ નથી આપતી કે આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કેવી રીતે મળી જાય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કહે છે કે, અમારા 6 ફૂટનાં ગૃહમંત્રી. તમારા 6 ફૂટનાં ગૃહ મંત્રીને અભિનંદન પણ તેમને લાગે છે કે માત્ર 6 ફુટ ઉપરનું જ દેખાય છે, નીચેનું તેમને દેખાતુ નથી. ગુજરાતમાં થતા કોઇ પણ અન્યાય હોય કે દિકરી પર થતો દિષ્કર્મ હોય શું તેનો ક્યારે પણ રિપોર્ટ મુક્યો કે જાહેર કર્યો આ સરકારે? સરકારની આ નીતિએ ગુનેગારને ક્યાકને ક્યાંક છાવરવાનું જ કામ કર્યુ હોય તેવુ સ્પષ્ટપણે લાગી રહ્યુ છે.