loader

Breaking News


Home > Health > સ્ત્રીને સતાવતા મોનોપોઝનું કારણ અને તેનાથી બચવાના ઉપાયો


Foto

સ્ત્રીને સતાવતા મોનોપોઝનું કારણ અને તેનાથી બચવાના ઉપાયો

Aug. 14, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયાની લગભગ ૯૦ ટકા મહિલાઓ પોતાની મોનોપોઝ અવસ્થાને તણાવનાં રૂપમાં લે છે. અને તે એટલા માટે ગભરાઇ જાય છે કેમકે તે કોઇ પણ મહિલાને તેની ઉંમરનો અનુભવ કરાવે છે. ઘણી મહિલાઓ આનાથી ખૂબ જ ડરેલી હોય છે પરંતુ તે જરૂરી નથી કે દરેક મહિલાને મોનોપોઝનાં ભયંકર અનુભવમાંથી પસાર થવું પડે.



હકીકતમાં જ્યારે મહિલાઓ પોતાના અનુભવ બીજાની સાથે વહેચે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ જરૂરી નથી કે મોનોપોઝ ઘડપણની શરૂઆત છે. મોનોપોઝ તમારા જીવનનો એક નવો વળાંક છે. માસિક ધર્મ બંધ થવું આ સ્ત્રીનાં જીવનકાળના તે મહિના છે જે તેના છેલ્લા માસિક ધર્મનાં પહેલાં અને પછી હોય છે. વધારે પડતી મહિલાઓ લગભગ ૫૦ વર્ષની ઉંમરમાં જ મોનોપોઝ સુધી પહોંચી જાય છે. પરંતુ ઘણી મહિલાઓ ૪૦ની ઉંમરે જ આ અનુભવ કરી લે છે, જ્યારે કે અમુક મહિલાઓ ૬૦ની ઉંમરમાં માસિક ધર્મથી નિવૃત્ત થાય છે. માસિક ધર્મ સમાપ્ત થવાના પહેલાનો સમય પેરિમેનોપોઝયા ક્લાઇમૈટ્રિક હોય છે. આ દરમિયાન ઓવરીઝ ઓછી થઇ જાય છે. આ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હાર્મોસ બનાવવાના પણ બંધ કરી દે છે. એસ્ટ્રોજેનની ઉણપને લીધે આખા શરીરની અંદર થોડોક બદલાવ આવે છે ખાસ કરીને પ્રજનન વ્યવસ્થામાં. આને લીધે અન્ય ઘણાં લક્ષણો પણ જોવા મળે છે જે મોનોપોઝથી સંબંધિત છે. મોનોપોઝ પહેલાં થોડાક સામાન્ય લક્ષણ ઉભરી આવે છે.

મોનોપોઝથી બચવાના ઉપાયો

અન્ય મહિલાઓની સાથે વાતચીત કરો કે તે કેવું અનુભવી રહી છે. અઠવાડિયામાં ત્રણ વખત વજન ઉપાડવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારા હાડકા મજબૂત થશે અને કોલોસ્ટ્રોલનો દર પણ જળવાઇ રહેશે. ઓછી કેલરીવાળો ખોરાક ખાવ જેનાથી તમારુ કોલોસ્ટ્રોલ જળવાઇ રહે. અને તેને લીધે હૃદયનાં હુમલાનો ભય પણ ઓછો રહે. જો ધુમ્રપાન કરતાં હોય તો બંધ કરી દો. તેનાથી મોનોપોઝ શરીરની અંદર જે થોડોક એસ્ટ્રોજેન બને છે તે પણ ખત્મ થઇ જાય છે. ધુમ્રપાન બંધ કરવાથી તમે પહેલાં કરતાં સારુ અનુભવશો. કેમ કે એસ્ટ્રોજન મળવાથી તમારા હાડકા મજબૂત થશે. વધારે પડતો કેલ્શિયમ અને ફોસ્ફરસ યુક્ત આહાર લો. સમય સમય પર પોતાનો કોલોસ્ટ્રોલ ચેક કરાવતાં રહો.