loader

Breaking News


Home > Health > સાવધાનઃ ક્રોધ બની શકે છે તમારા સ્વાસ્થ્યનો દુશ્મન


Foto

સાવધાનઃ ક્રોધ બની શકે છે તમારા સ્વાસ્થ્યનો દુશ્મન

April 5, 2018, 7:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્રોધ આવવો તે એક સ્વાભાવિક બાબત છે. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા અનુસારનું કાર્ય ન થવાથી ગુસ્સે થતો જોવા મળે છે. જો કે કોઇ પણ વસ્તુની અધિકતા ખૂબ જ ખતરનાક હોય છે.




ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો દુશ્મન છે. જ્યારે પણ તમે તમારા જીવનનું મૂલ્યાંકન કરો તો તમને ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઇને કોઇ રૂપ ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકો છો. તમારી ભૂલને લીધે કોઇ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્કાલિક સોરી કહી દેજો. જો તમને કોઇ મદદમાં આવે તો તને થેન્ક્યૂ કહો. આ બંન્ને શબ્દો ખૂબ જ ચમત્કારિક છે. આવું કરવાથી તમે સફળતા, શાંતિ અને આનંદની તરફ ચાર પગલા ભરશો.

શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોવાને લીધે પણ ક્રોધ આવે છે. તેથી ક્રોધ આવવા પર કેલેરી આપનાર ખોરાક જેવાં કે ગ્લુકોઝનાં બિસ્કિટ વગેરે ખાવા જોઇએ. ક્રોધનું વાતાવરણ થઇ ગયું હોય તો તે જગ્યાએથી દુર થઇ જાવ અને ઠંડુ પાણી પી લો. ક્રોધ આવવા પર મૌનવ્રત ધારણ કરી લો અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દો, જેમ કે ટીવી જોવું, મ્યુઝિક સાંભળવું વાંચવું કે પછી ફરવા માટે નીકળી જવું. આ રીતે તમે ક્રોધને દૂર કરવામાં સફળ રહેશો.