loader

Breaking News


Home > National > CCTVને જોઇ ચોરી કરવા આવેલા યુવકે કર્યો ડાંન્સ, વીડિયો થયો વાયરલ


Foto

CCTVને જોઇ ચોરી કરવા આવેલા યુવકે કર્યો ડાંન્સ, વીડિયો થયો વાયરલ

July 12, 2018, 12:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તમે ચોરી કરતા ઘણા વીડિયો જોયા હશે, પણ શું તમે ક્યારે કોઇ ચોરને ચોરી કરતા પહેલા ડાંન્સ કરતા જોયો છે ખરો? તેવી જ એક ઘટના દિલ્હીનાં નોવેલ્ટી થિયેટરની નજીક જોવા મળી હતી જેમાં બે ચોર ચોરીનાં ઇરાદે આવતા સીસીટીવીમાં કૈદ થઇ ગયા હતા. તમે વિચારતા હશો તેમાં શું અલગ છે પણ ગજબ તો ત્યારે થઇ જ્યારે સીસીટીવીને જોઇ ચોર પોતાને રોકી ન શક્યો અને ડાંન્સ કરવા લાગ્યો.



સામાન્ય ઘટનાઓમાં આપણે જોતા હોઇએ છીએ કે ચોરી કરવા આવેલા શખ્સ સીસીટીવી જોઇને તેને નુકસાન પહોચાડે છે અથવા સીસીટીવીમાં તે ન દેખાય તેવા પ્રયત્નો કરે છે પણ અહી તેનાથી વિપરીત જોવા મળ્યુ હતુ. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર સીસીટીવીને જોઇ જાણે ખુશ થઇ ગયો હોય અને મિથુન સ્ટાઇલમાં ડાંન્સ કરવા લાગે છે. આ સીસીટીવી ફૂટેજ એક સમાચાર એજેંન્સીએ બહાર પાડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાઇ રહ્યા છે જે ચોરીનાં ઇરાદે આવી એક દુકાનનું તાંળુ તોડી રહ્યા છે.