loader

Breaking News


Home > National > સોશિયલ મીડિયામાં મોદીની જીતની ઉજવણી


Foto

સોશિયલ મીડિયામાં મોદીની જીતની ઉજવણી

May 23, 2019, 3:32 p.m.
      Whatsapp   

લોકસભા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ છે. પ્રાથમિર રૂઝાનોમાં ફરીથી સત્તા પર એનડીએનું શાસન આવશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઠેર-ઠેર બીજેપીના મુખ્યાલયો પર ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. તો સોશિયલ મીડિયામાં પણ બીજેપીની જીતને લઈને લોકો ઘણા જ ઉત્સાહિત છે. બીજી બાજુ આ વખતે પણ કોંગ્રેસ 50 સીટોની અંદર જ સીમિત રહી જશે તેવું લાગી રહ્યું છે. બીજેપીની જીતને લઈને સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ પણ વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં મોદીની ઉજવણી કરતાં #ModiAaGaya ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ હેશટેગ સાથે લોકોએ અનેક મીમ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તો #ModiAaRahaHai હેશટેગ પણ ટ્વીટર પર ટ્રેન્ડ કરતું હતું.