loader

Breaking News


Home > Gujarat > કેન્દ્ર સરકારે આપ્યો ભરોસો, સરકારી બેંકોમાં લોકોના પૈસા રહેશે સુરક્ષિત


Foto

કેન્દ્ર સરકારે આપ્યો ભરોસો, સરકારી બેંકોમાં લોકોના પૈસા રહેશે સુરક્ષિત

June 20, 2018, 3:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પંજાબ નેશનલ બેન્કના સામે આવેલા 13,400 રૂપિયાના કૌભાંડ બાદ દેશવાસીઓમાં પોતાના પૈસાની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ભરોસો દર્શાવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે સરકારી બેંકોમાં રાખેલા તમારા પૈસા પુરી રીતે સુરક્ષિત છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સરકારી બેંકોમાં રાખેલ લોકોના પૈસા પુરી રીતે સુરક્ષિત છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સાથે બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે સરકાર ભારતીય રિઝર્વ બેન્કને વધુ અધિકારો આપવા પણ તૈયાર છે.

પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સામાન્ય માણસના પૈસા સુરક્ષિત છે સરકાર લોકોની સાથે જ ઉભી છે. આ દરમિયાન તેમણે ખાનગી ક્ષેત્રની કંપનીઓને ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તે કંપનીઓ પર ભારે દેવું છે તેમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત છે ? વધુમાં તેમણે જણાવ્યું હતું કે કૌભાંડ અને છેતરપિંડી ખાનગી કંપનીઓ કરે છે, સાર્વજનિક ક્ષેત્રની બેંકો આ કામ નથી કરતી.