loader

Breaking News


Home > National > ફેક મેસેજ અટકાવવા માટે કેન્દ્ર સરકારે વોટ્સએપને નિર્દેશ આપ્યો


Foto

ફેક મેસેજ અટકાવવા માટે કેન્દ્ર સરકારે વોટ્સએપને નિર્દેશ આપ્યો

July 4, 2018, 12:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વોટ્સએપ દ્વારા ફેલાનાર નકલી અને નફરત ફેલાવનાર સંદેશાઓને લઈને કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકારે અફવાઓને ફેલાતી રોકવા માટે મેસેજિંગ એપ વોટ્સએપને નિર્દેશ પણ આપ્યો છે. ઈલેક્ટ્રોનિકસ અને સુચના પ્રસારણ મંત્રાલયે વોટ્સએપને નિર્દેશ આપ્યો છે કે ' અવિશ્વસનીય અને ભડકાઉ સંદેશા ' ઓને પોતાનાં પ્લેટફોર્મ પર રોકવા માટે પગલાં ભરવામાં આવે.

મંત્રાલયનાં નિવેદન મુજબ વોટ્સએપ પર ભડકાઉ ચીજોને વારંવાર પ્રસાર કરવા માટે ખોટો ઉપયોગ કરવો ભારત સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રાલયે વોટ્સએપ પર આ ઘટનાઓ અને અફવાઓને ફેલાવો રોકવાનો નિર્ણય લીધો છે. વધુમાં વોટ્સએપનાં મેનેજમેન્ટને આ પ્રકારની ઘટનાઓ બાબતે જાણકારી આપવમાં આવી છે અને તેણે રોકવા માટે કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.