loader

Breaking News


Home > Gujarat > SC/ST એક્ટમાં ફેરફારને મુદ્દે પાટનગરમાં ચક્કાજામ


Foto

SC/ST એક્ટમાં ફેરફારને મુદ્દે પાટનગરમાં ચક્કાજામ

April 2, 2018, 11:22 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : SC/ST એક્ટ અંગે સુપ્રિમ કોર્ટનાં ગેરબંધારણીય ચુકાદાનાં વિરોધમાં આજરોજ ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે પાટનગરમાં પણ SC/ST સમાજનાં આગેવાનો દ્વારા ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધમાં પ્રદર્શનમાં રાજકીય પક્ષોનાં કાર્યકરો પણ જોડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા અગમચેતીનાં ભાગરૂપે જડબેસલાક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

રોડ - રસ્તા પર ઉતારી આવેલા SC/ST સમાજનાં યુવાનો પાટનગરના માર્ગોને ચક્કાજામ કરીને રોડ પર સુઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં આજે બંધની અસર જોવા મળી છે. રાજકોટ - અમદાવાદ - વડોદરામાં પણ SC/ST સમાજ રોડ પર ઉતરી આવીને વિરોધ નોંધાવ્યો હતો. દલિત આગેવાન જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ૧૪ એપ્રિલ પહેલા રીવ્યું પીટીશન દાખલ કરે નહિ તો ૧૪ એપ્રિલે ભાજપનાં કોઈ નેતાને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા નહી દેવામાં આવે.