loader

Breaking News


Home > Sports > ચાન યંગ- હિન્ગીસની જોડી મહિલા ડબલ્સમાં ચેમ્પિયન


Foto

ચાન યંગ- હિન્ગીસની જોડી મહિલા ડબલ્સમાં ચેમ્પિયન

Sept. 11, 2017, 1:30 p.m.
      Whatsapp   

ન્યુયોર્ક ઃ ન્યુયોર્કમાં રમાયેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેÂમ્પયનશીપમા ંમાર્ટિના હિન્ગીસે જારદાર ઇતિહાસ સર્જયો છે. હિન્ગીસે યુએસ ઓપનમાં મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનો તાજ જીતી જવામાં સફળતા મેળવી છે.

વર્ષ ૨૦૧૭માં યુએસ ઓપન ખાતે મિક્સ્ડ ડબલ્સનો તાજ જીતી લીધાના એક દિવસ બાદ સ્વીસ સ્ટાર માર્ટિના હિન્ગીસે તેની ૧૩મી મહિલવા ડબલ્સની ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી હતી. મોટી વિજેતાના સર્કલમાં હિન્ગીસે હવેએક નવી પાર્ટનરને મેદાનમાં ઉતારી દીધી છે. આર્થર એશ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ચાહકોની હાજરીમાં રમાયેલી ફાઇનલ મેચમાં હિન્ગીસ અને ચાનયંગ જાનની જાડીએ ચેક ગણરાજ્યની ટીમ લુસી રેડેકા અને કેટેરીના સિનિયાકોવા પર સીધા સેટોમાં ૬-૩, ૬-૨તી જીત મેળવી હતી. તાઇવાન અને સ્વીસની જાડીએ વર્ષ ૨૦૧૭માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

આ જાડીએ વર્ષ ૨૦૧૭માં સાત ટ્રોફી જીતી છે. જા કે પાર્ટનર તરીકે હવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી છે. ચાને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી જવામાં સફળતા મેળવી છે. તે બે વખત મહિલા ડબલ્સમાં રનર્સ અપ રહી છે. આની વિરુદ્ધમાં હિન્ગીસે ૨૫ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યા છે. સિગલ્સ, ડબલ્સ અને મિકસ્ડ ડબલ્સમાં તેનો દેખાવ ધરખમ રહ્યો છે. અ૬ે નોંધનીય છે કે મહિલા ડબલ્સ પહેલા માર્ટિના હિન્ગીસ અને જેમી મરેની જાડીએ મિકસ્ડ ડબલ્સમાં તાજ જીતી લીધો હતો. બન્નેની જાડી અસરકારક સાબિત થઇ રહી છે.

શનિવારના દિવસે આ જાડી વિજેતા બની હતી. વિમ્બલ્ડનમાં રમવાની શરૂઆત કર્યા બાદ તેમનો રેકોર્ડ ૧૦-૦નો રહ્યો છે. માર્ટિના હિન્ગીસ સતત શાનદાર દેખાવ કરી રહી છે. માર્ટિના હિન્ગીસ સાથે રમવાની બાબત પડકારરૂપ હોય છે. જેમીએ કહ્યુ છે કે હિન્ગીસ મહાન ખેલાડી છે. બીજી બાજુ મહિલા સિગલ્સનો તાજ અમેરિકન બ્યુટી સ્લોઆન સ્ટેફેન્સે જીતી લીધો હતો.