loader

Breaking News


Home > Health > હોર્મોંસમાં થયેલ બદલાવ તમારા વ્યક્તિત્વને અસર કરી શકે


Foto

હોર્મોંસમાં થયેલ બદલાવ તમારા વ્યક્તિત્વને અસર કરી શકે

Oct. 18, 2017, 7:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી :હોર્મોંસ માત્ર માણસનાં શારીરિક વિકાસને નહી પરંતુ તેના મસ્તિષ્ક, તેની ભાવનાઓ અને તેના વ્યવહારોને પણ અસર કરે છે. દરેક વ્યક્તિમાં હોર્મોંસ અલગ-અલગ હોય છે. આ હોર્મોન્સ કોશિકાઓ અને ગ્રંથીઓમાંથી ફેલાતી રસાયણો છે જેની સીધી અસર આપણા મગજ પર પડે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોના જણાવ્યા અનુસાર હોર્મોંસના કારણે આપણા સ્વભાવ પર સકારાત્મક અને નકારાત્મક વિચારો આવે છે.



ઘણા લોકો નાની નાની વાતે ગુસ્સે થઇ જતા હોય છે. આ પ્રકારનાં સ્વભાવ માટે સેરોટોનિન હોર્મોંસ જવાબદાર હોય છે. સેરોટોનિન હોર્મોંસ આપણા મગજને નિયંત્રીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને નાના બાળકોમાં તેનું સંતુલન હોવુ ખુબ જ જરૂરી છે. સારી ઉંગ અને નિયમિત ભૂખ લાગવા માટે પણ સેરોટોનિન હોર્મોંસનું સંતુલિત હોવુ જરૂરી હોય છે.

પુરુષ અને મહિલાઓ બંન્નેમાં ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોંસ હોય છે. આ હોર્મોંસની ઉણપથી હ્રદય રોગ અને સ્તન કેંસર જેવી બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. વળી તેના વધવાથી ખીલ, વજન વધવો અને ટાલ જેવી સમસ્યાઓ આવી શકે છે. શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. ઘણા અભ્યાસોમાં આ હોર્મોંસને માનસિક સમસ્યાઓ માટે જવાબદાર ગણવામાં આવ્યો છે.

ઇન્સ્યુલિન હોર્મોંસ આપણા લોહીમાં ગ્લૂકોઝનાં સ્તરને નિયમિત કરે છે અને જો તેમાં ઘટાડો થાય તો તેની ઉણપથી લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે અને તે સ્થિતિ જ ડાયાબિટીજને જન્મ આપે છે. જ્યારે પણ આપણા લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધે છે ત્યારે તે સ્વાદુપિંડની ગ્રંથિને જણાવે છે કે તે ઇન્સ્યુલિન હોર્મોંસને પ્રકાસિત કરે. ઇન્સ્યુલિન હોર્મોનની અછતને કારણે ડાયાબિટીસ, થાક, અનિદ્રા, નબળાઈ અને ઝડપી વજનમાં વધારો થાય છે.

એકબીજાના પ્રેમ અથવા પ્રેમનું આકર્ષણ બે અલગ અલગ લોકોના હોર્મોન્સની લાક્ષણિકતા છે. ઓક્સિટોસિન હોર્મોંસની માત્રા જે માણસની અંદર હોય છે તેવો માણસ બીજા લોકોથી જલ્દીથી આકર્શિત થઇ જાય છે. આ હોર્મોંસથી અલગ-અલગ ભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ હર્મોંસનું અસંતુલન પણ ઘણીવાર પરેશાનીનું કારણ બની શકે છે.મહિલાઓમાં તેની અસર ખાસ જોવામાં આવે છે. ઓક્સિટોસિન હોર્મોંસના કારણે મહિલાઓમાં પોતાના લોકને ખોવાનો ડર બની રહે છે જેના કારણે તેઓ ડિપ્રેશન કે પછી માનસિક રીતે ઘણીવાર તણાવમાં પણ આવી જતા હોય છે. આ હોર્મોંસ માત્ર માણસમાં નહી પરંતુ જાનવોરમાં પણ હોય છે.

હાર્દિક શાહ