loader

Breaking News


Home > Gujarat > ઇન્ફોસિટી વિસ્તારનાં લારી ગલ્લા ધારકોની સામુહિક આત્મ વિલોપનની ચિમકી


Foto

ઇન્ફોસિટી વિસ્તારનાં લારી ગલ્લા ધારકોની સામુહિક આત્મ વિલોપનની ચિમકી

May 19, 2018, 2:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર શહેરનાં પ્રવેશદ્વાર કહેવાતા ઘ-૦ વિસ્તારથી ઈન્ફોસિટી વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી લારી ગલ્લાનાં દબાણો વધી ગયા છે. ઈન્ફોસિટીથી ટીસીએસ રિલાયન્સ ચોકડી સુધી રોડની બંને બાજુ લારી ગલ્લા ધારકોએ સરકારી અને જંગલની જમીન ઉપર કબ્જો જમાવી દીધો હતો. આ લારી ગલ્લાઓ મુખ્યત્વે પરપ્રાંતના વ્યક્તિઓ દ્વારા ચલાવાઈ રહ્યાં છે. જેમાં દક્ષિણ ભારતનાં છેવાડાનાં રાજ્યો એવાં કર્ણાટક, આંધ્ર જેવા રાજ્યોમાંથી આવેલાં લોકો દ્વારા મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારમાં ટેબલ ખુરશી ગોઠવાયને ભારે દબાણ કરાતું હતું.



દબાણ વિભાગે એક જ ઝાટકે બધા જ દબાણો દૂર કરી દીધા હતાં. ગઈકાલે ઉપરોક્ત વિસ્તારનાં લારી ગલ્લા ધારકોએ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરી અને તેઓને ચીમકી આપી હતી. જેના કારણે કલેક્ટરે પોલીસ બોલાવી હતી અને આ મામલે પોલીસે આત્મ વિલોપનની ચિમકી આપનાર ૨૬ જેટલાં લોકોની અટકાયત કરી હતી અને તેઓની સામે જરૂરી કાર્યવાહી કરી મોડી સાંજે છોડી મૂક્વામાં આવ્યા હતાં.

આ વિસ્તારમાં એનઆઈએફટી તેમજ ટીસીઆઈમાં ભણતાં તેમજ નોકરી કરતાં મોટી સંખ્યામાં દેશનાં બીજા પ્રાંતમાંથી આવેલાં લોકો કે જેઓ મોટાભાગે સિંગલ હોઈ ખાવા પીવાની વ્યવસ્થા ધરાવતાં ન હોઈ આવા લારી ગલ્લા ઉપર આવી નાસ્તા પાણી કરતાં હોઈ આ લારી ગલ્લાવાળાઓને દિવસભર સારી કમાણી થતી હતી. જે ધંધો બંધ રહેવાને કારણે ઉપરોક્ત લારી ગલ્લાવાળાઓએ પોતાની રોજી રોટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ જા તંત્ર દ્વારા ધંધો નહીં કરવા દેવામાં આવશે તો કલેક્ટર કચેરીએ સામુહિક આત્મ વિલોપન કરવાની મૌખિક ચિમકી ઉચ્ચારી દેતાં માહોલ બદલાયો હતો. તેમજ આત્મવિલોપનની ચિમકીને ગંભીરતાથી લઈ કલેક્ટર દ્વારા પોલીસને બોલાવીને તેઓની અટકાયત કરાઈ હતી.