loader

Breaking News


Home > National > ચેકબુક - ATM થી પૈસા ઉપાડવા માટે નહીં લાગે જીએસટી


Foto

ચેકબુક - ATM થી પૈસા ઉપાડવા માટે નહીં લાગે જીએસટી

June 4, 2018, 1:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બેન્ક એટીએમથી અને ચેકબુકથી પૈસા ઉપાડવાની સેવાઓ પર હવે જીએસટી નહીં લાગે. આ બંને સેવાઓને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. જો કે ક્રેડિટ કાર્ડથી બિલની ચુકવણી પર વિલંબ ચાર્જ તથા એનઆરઆઈ ભારતીયો દ્વારા વીમાની ખરીદી પર જીએસટી લાગશે.

નાણાં વિભાગે બેન્કિંગ, વીમા અને શેયર બ્રોકર સેવાઓ પર જીએસટી લાગુ થશે કે નહિ તે સવાલોનો જવાબ આપવા માટે FAQ બહાર પાડીને આ બાબતે સ્પષ્ટતા કરી હતી. વિભાગે જણાવ્યું હતું કે સિક્યોરિટાઇઝેશન, ડેરિવેટિવ્ઝ અને વાયદા સોદા સાથે જોડાયેલ લેણ દેણને પણ જીએસટીની બહાર રાખવામાં આવ્યા છે. સરકારનાં પગલાંથી દેશના કરોડો બેન્ક ધારકોને રાહત મળશે.