loader

Breaking News


Home > Health > કીમોથેરાપીના દર્દથી મળશે રાહત, રિસર્ચમાં આવ્યુ સામે


Foto

કીમોથેરાપીના દર્દથી મળશે રાહત, રિસર્ચમાં આવ્યુ સામે

Oct. 11, 2018, 1:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બ્રિટેન : બ્રિટેનની રિસર્ચ ટીમે અત્યારની મેલાટોનિન દવા વિશે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી લીધી છે. રિસર્ચ ટીમના જણાવ્યા મુજબ મેલાટોનિન કેંસર દવાઓના કષ્ટદાયી અસરો અટકાવી શકે છે. કીમોથેરાપીથી ચેતા નુકસાનની સુરક્ષા માટે આ દવા અસરકારક છે. આ ઉપરાંત કીમોથેરાપીને કારણે ચેતા આરોગ્યનાં ખતરનાક અસરોને પણ આ દવાથી રોકી શકાય છે.



દવાની શોધની પ્રક્રિયામાં, સંશોધનકર્તાઓ કીમોથેરાપીના કારણે નસોમાં પીડાની સામાન્ય સ્થિતિ પર ધ્યાન લાગાવ્યું છે. જેના કારણે સ્પર્શ અથવા ઠંડુ તાપમાન લાગે તે માટે, ધ્રુજારી અને પીડા અનુભવાય છે. આ પીડા એટલી તીવ્ર હોય છે કે દર્દી કીમોથેરાપી સારવાર વચ્ચેથી જ અટકાવી દે છે. એક અંદાજ મુજબ કીમોથેરાપી લેતા લગભગ 70 ટકા દર્દીઓ આ પીડાથી પ્રભાવિત થાય છે અને તે શરીર પર ગંભીર અસર કરી શકે છે.

સંશોધનકર્તાઓએ પોતાની શોધમાં જણાવ્યું છે કે કીમોથેરીપી પહેલા મેલાટોનિન આપવાથી નસો પર નુકાશાનના પ્રભાવો અને પીડાના લક્ષણોની અસરોને રોકી શકાય છે. તેમના જણાવ્યાં મુજબ મેલાટોનિન ત્યારે પીડાને ઓછી નથી કરતી જ્યારે એ પીડા પહેલાથી જ શરૂ થઇ ગઇ હોય. જો આ દવાનો ફાયદો લેવો હોય તો આ શરૂઆતથી જ લેવાનું ચાલુ કરવુ જરૂરી બને છે.