loader

Breaking News


Home > Sports > ચૈન્નઇ સુપર કિંગ્સ ત્રીજી વખત બની આઇપીએલ ચૈમ્પિયંન્સ, હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું


Foto

ચૈન્નઇ સુપર કિંગ્સ ત્રીજી વખત બની આઇપીએલ ચૈમ્પિયંન્સ, હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું

May 28, 2018, 11:22 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : ચૈન્નઇ સુપર કિંગ્સની ટીમે આઇપીએલની ફાઇનલ જીતી એકવાર ફરી સાબિત કર્યુ કે તેમની ટીમને હરાવવું ઘણું મુશ્કિલ છે. ધોનીની ચૈન્નઇ સુપર કિંગ્સ આઇપીએલની ત્રીજી વખત ચૈમ્પિયંન્સ બની છે. રવિવારે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 178 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ચૈન્નઇનાં ઓપનર શેન વૉટ્સને શરૂઆતમાં સંભાળીને રમવાનું નક્કી કર્યુ અને ત્યારબાદ તોફાની બેટીંગ કરી ટીમને મંજીલ સુધી પહોચાડી હતી.




રવિવારે ચૈન્નઇ સુપર કિંગ્સનાં હિરો બનેલા શેન વૉટ્સને ધુઆધાર બેટીંગ કરી ટીમની જીતને સુનિશ્ચિત કરી હતી. શેન વૉટ્સને 57 બોલમાં 117 રન નોટઆઉટ રહી ચૈન્નઇને ત્રીજી વખત ચૈમ્પિયંન્સ બનાવી હતી. બીજી તરફ હૈદરાબાદની ટીમનાં બોલરોએ સમગ્ર સીઝનમાં જે રીતે બોલીંગ કરી હતી તે જોતા ચૈન્નઇને જીત મેળવવામાં ઘણી મુશ્કિલ પડશે તે લાગી રહ્યુ હતુ. જો કે ચૈન્નઇનાં વૉટ્સન તોફાનમાં હૈદરાબાદનાં બોલરો જાણે ખોવાઇ ગયા હોય તેમ લાગી રહ્યુ હતુ. ચૈન્નઇની ટીમે માત્ર બે વિકેટ ખોઇ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યુ હતુ. ચૈન્નઇની ટીમે આ પહેલા 2010, 2011માં આ ખિતાબ મેળવ્યો હતો. આઇપીએલ ત્રણ વખત જીતનાર મુંબઇ ઇન્ડિંયન્સની બારબરી કરી ચૈન્નઇ સુપર કિંગ્સે બતાવ્યુ કે તે ટીમને કેમ ખાસ કહેવામાં આવે છે.