loader

Breaking News


Home > National > છત્તીસગઢ : માયા - જોગીનું ગઠબંધન કોંગ્રેસનો ખેલ બગાડશે, ભાજપને સીધો ફાયદો


Foto

છત્તીસગઢ : માયા - જોગીનું ગઠબંધન કોંગ્રેસનો ખેલ બગાડશે, ભાજપને સીધો ફાયદો

Sept. 22, 2018, 12:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : છત્તીસગઢમાં ત્રીજા મોરચા સ્વરૂપે ઉભરી આવેલ પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માયાવતીની બસપા સાથે મળીને લડવાની જાહેરાત કરી છે. આ ગઠબંધનને કારણે રાજકીય પક્ષોમાં ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો છે. ગઠબંધનથી રાજકીય નફા નુકશાનની ગણતરીનો અંદાજ લગાવવાનો શરુ થઇ ગયો છે.

બસપા અને પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢના ગઠબંધનમાં સરકાર બનાવે તો અજિત જોગી મુખ્યમંત્રી હશે. કુલ 90 બેઠકોમાંથી 55 પર અજિત જોગીની પાર્ટી અને 35 બેઠકો પર બસપા ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશનાં લખનૌમાં આ ગઠબંધનનું એલાન થયુ હતું. અગાઉ ચર્ચા હતી કે જોગીની પાર્ટી 60 અને બસપા 30 ઉમેદવાર મેદાનમાં ઉતારશે જો કે પાછળથી 55 - 35 ના આંકડા પર બંનેમાં સહમતી સધાઈ હતી.