loader

Breaking News


Home > National > છતીસગઢ : PM મોદીની આવાસ યોજનાને અધિકારીઓએ કરી દીધી ફેલ


Foto

છતીસગઢ : PM મોદીની આવાસ યોજનાને અધિકારીઓએ કરી દીધી ફેલ

July 12, 2018, 9:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, છતીસગઢ : દેશની ગરીબ જનતાને પોતાનું મકાન આપવું તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએનું સપનું છે તેને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી હતી પરંતુ છતીસગઢમાં આ યોજના અધિકારીઓની જાળમાં સપડાઈ ગઈ છે. છતીસગઢમાં લાભાર્થીઓએ અધિકારીઓના કહેવા પ્રમાણે તેમજ પ્રધાનમંત્રી આવસ યોજનાનો પહેલો હપ્તો તેમને મળી જશે તેવા ભરોસે પોતાનું કાચું મકાન તોડીને મકાન પાકું કરવાનું શરુ કરી દીધું હતું.

જો કે હાલત એવી ઉભી થઇ કે સેંકડો લોકો પાસે પાકું મકાન તો શું પણ રહેવા માટે કાચું મકાન પણ નાં બચ્યું. હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે લોકો હવે વરસાદમાં દયનીય રીતે પોતાનો ગુજારો કરવા મજબુર થઇ ગયા છે. લગભગ દોઢ વર્ષ પહેલા આ મકાન બનાવવાનું શરુ થયું હતું પણ અધિકારીઓની અવળચંડાઈને કારણે હજારો લોકોને આ યોજનાનો પ્રથમ હપ્તો પણ મળ્યો નથી.