loader

Breaking News


Home > National > ચીંદમ્બરમને દિલ્હી કોર્ટે ૧૦ જુલાઇ સુધી આપી રાહત


Foto

ચીંદમ્બરમને દિલ્હી કોર્ટે ૧૦ જુલાઇ સુધી આપી રાહત

June 6, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન પી.ચીંદમ્બરમને એરસેલ-મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે ૧૦ જુલાઇ સુધી ધરપકડ નહી કરવા ઇડીને જણાવ્યું છે. બીજી તરફ ઇડીએ વિગતવાર જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માગ્યો છે.



ચીંદમ્બરમની આ અગાઉ ૧૦ જૂન સુધી ધરપકડ સામે રાહત આપવામાં આવી હતી. જો કે તેમણે ગયા સપ્તાહમાં જ દિલ્હી કોર્ટનો સંપર્ક સાંધીને પોતોને થવાની ધરપકડ સામે સ્ટેની માંગણી કરી હતી. આ મામલે ચીંદમ્બરમને ૫ જૂનનાં રોજ કોર્ટ સમક્ષ હાજરી આપવાની હતી. ઇડી સમક્ષ હાજર થયા બાદ ચીંદમ્બરમે મીડિયાને જણાવ્યું હતુ કે, ઇડીને આપવામાં આવેલા જવાબો સરકારી દસ્તાવોજમાં પહેલાથી જ નોંધાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મારી સાથે અન્યાય થઇ રહ્યો છે, મારી વિરુદ્ધ એફઆઇઆર ન નોંધાઇ હોવા છતા મારા વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ મામલે તેમણે કોઇ વ્યક્તિગત આરોપ મુક્યો નહતો.