loader

Breaking News


Home > Gujarat > મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, મંત્રીઓના વાહનો પાર્ક કરીને જે જગ્યાએ ઉતારવામાં આવે છે ત્યાં જ ગંદકી


Foto

મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, મંત્રીઓના વાહનો પાર્ક કરીને જે જગ્યાએ ઉતારવામાં આવે છે ત્યાં જ ગંદકી

April 11, 2018, 1:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં સ્વચ્છતાના અભિયાન ભાગરૂપે ભારતના વડાપ્રધાન સ્વચ્છતા માટે ભારે કમર કસી રહ્યા છે. અને આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી અને ડીવાયસીએમ પણ પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને ભાર આપવા છતાં સ્વર્ણીમ સંકુલ-૧માં જ ગંદકી જાવા મળી રહી છે. દેશમાં અને રાજ્યમાં સ્વચ્છતા અભિયાનનો પાઠ ભણાવવા જતાં સ્વર્ણીમ સંકુલ-૧માં જ ગંદકી અને પાન મસાલા, ગુટકાની પીચકારીઓ મારીને આખી દિવાલ ગંદી કરી દીધી છે. તેનો આ વાસ્તવીક નમુનો હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતીનુસાર સચીવાલયમાં આવેલ સ્વર્ણીમ સંકુલ-૧માં જ્યાં મુખ્યમંત્રી, ડીવાયસીએમ. પીએપીએસ તથા રોજબરોજ ઉચ્ચ આઈએએસ, આઈપીએસ અધિકારીઓની આવન જાવન થતી હોય છે. ત્યારે તમામ નેતાઓ, અધિકારીઓના વાહનો જ્યાં પાર્ક કરીને ઉતારવામાં આવે છે તેના બે ડગલાં જ બારી પાસે પાનની પીચકારીઓ મારેલી જાઈ શકાય છે. દેશ તથા રાજ્યમાં તમામ પ્રકરાનાં હુકમો આદેશો અહીંયાથી થતા હોવા છતાં સ્વચ્છતા અભિયાનના આદેશનું પાલન અહીંયા જ કરવામાં ન આવતું હોય તેવું લાગી રહ્યું છે.

મુખ્યમંત્રીથી લઈને રાજ્યના ડીવાયએસએમ પણ પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મુકવા છતાં ખાટલે મોટી ખોટ હોય તેમ સ્વર્ણીમ સંકુલમાં જ પાન-ગુટકા, મસાલાની પીચકારીઓ મારેલી જાઈ શકાય છે. ત્યારે આ પીચકારી મારી કોણે ? બહારથી આવીને આ પીચકારી મારી ગયા સંકુલમાં આજે જાવા જઈએ તો કચરાની પેટી પણ વિધાનસભાથી બહાર નીકળો તો ક્યાંય પણ ડસ્ટબીન દેખાતા નથી, વિધાનસભાની કેન્ટીમાંથી કોઈ ફૂડ પેકેટ લીધા બાદ આ પેકેટના રેપરને નાંખવું ક્યાં ? તે યથાર્થ પ્રશ્ન છે. ત્યારે સ્વર્ણીમ સંકુલ-૧માં જ આ ગંદકીથી વ્યસ્નકારોએ બીજા ઈશારે જણાવી દીધું છે કે હમ નહીં સુધરેગેં.