loader

Breaking News


Home > National > કર્ણાટકનાં બીજી વખત મુખ્યમંત્રી બન્યાં કુમારસ્વામી, જી. પરમેશ્વરે લીધા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ


Foto

કર્ણાટકનાં બીજી વખત મુખ્યમંત્રી બન્યાં કુમારસ્વામી, જી. પરમેશ્વરે લીધા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ

May 23, 2018, 5:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : એચડી કુમારસ્વામીએ બીજી વખત કર્ણાટકનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને CM પદની શપથ લેવડાવી હતી જયારે જી. પરમેશ્વરે ઉપ - મુખ્યમંત્રીની શપથ લીધી હતી. શપથ ગ્રહણ સમારોહમાં દેશના તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યાં હતા. શપથગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી.

આ ઉપરાંત એક સમયે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલા બસપા અને સપાનાં પ્રમુખ નેતા માયાવતી અને અખિલેશ યાદવ એકમંચ પર હાજર રહ્યા હતા. વધુમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, લેફ્ટ પક્ષો, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજદ નેતા અને બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.