loader

Breaking News


Home > Gujarat > ફિટનેસ ચેલેન્જ સ્વીકારતો મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો વીડિયો શેયર


Foto

ફિટનેસ ચેલેન્જ સ્વીકારતો મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો વીડિયો શેયર

June 2, 2018, 12:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : દેશભરમાં ફિટનેસને લઇને ચેલેન્જ ચાલી રહી છે. જેમા ખેલાડીઓ, ફિલ્મી સ્ટાર્સ અને રાજનેતાઓ આ ચેલેન્જને સ્વીકારતા જોવા મળી રહ્યા છે. જેને ધ્યાને લઇને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વીટર પર પોતાનો ફિટનેસ ચેલેન્જને સ્વીકારતો વીડિયો શેયર કર્યો છે.



ફિટનેસને લઇને રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે #HumFitTohIndiaFit નાં અભિયાનને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આ ફિટનેસ ચેલેન્જને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વીકારી વીડિયો ટ્વીટર પર શેયર કર્યો હતો. વીડિયોમાં સીએમ રૂપાણી ટ્રેડમેલ પર દૌડતા અને સુર્ય નમસ્કાર કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલા વિરાટ કોહલીએ વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ કરી, જેના વળતા જવાબમાં પીએમ મોદીએ ટ્વીટ કરી આ ચેલેન્જને સ્વીકારતો વીડિયો જલ્દી જ શેયર કરવાનું લખ્યુ હતુ.