loader

Breaking News


Home > Gujarat > જાતિય સતામણી કરી ચુકેલા પુરુષને ફરી આંટાફેરા કરતા જોઇ બાળકીએ ડરીને બૂમો પાડી


Foto

જાતિય સતામણી કરી ચુકેલા પુરુષને ફરી આંટાફેરા કરતા જોઇ બાળકીએ ડરીને બૂમો પાડી

July 7, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરમાં બાળકી સાથે અડપલાં તેમજ સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય આચરવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે બાપુનગરમાં સાત વર્ષની બાળકી સાથે એક યુવક દ્વારા શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાળકીની માતા દ્વારા સમગ્ર મામલે બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આખરે આરોપી યુવક હમીદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




ચકચારભર્યા આ કિસ્સાની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરનાં બાપુનગર વિસ્તારનાં ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતી એક ર૬ વર્ષીય પરિણીત મહિલાએ પાડોશમાં રહેતા એક ૪૦ વર્ષનાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા તેના બે પુત્રને લઇ રખિયાલ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગઇ હતી તે સમયે હમીદ હીકમ નામનો યુવક તેના ઘરે આવ્યો હતો. હમીદે મહિલાનાં ઘરમાં ઘૂસીને દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાની સાત વર્ષની પુત્રી સાથે અડપલાં કર્યાં હતાં. સમાજમાં બદનામી ના થાય તે ડરથી મહિલા અને તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નહીં, પરંતુ ગઇકાલે હમીદ મહિલાનાં ઘરની આસપાસ આંટાફેરા કરતો હતો ત્યારે ભોગ બનનાર બાળકીએ તેને જોઇને બૂમાબૂમ કરી મૂકી હતી અને નાસી ગઇ હતી. આખરે બાળકીનાં ડરને જોતા હમીદ વિરુદ્ધની ફરીયાદ નોંધાવવામાં આવી છે.