loader

Breaking News


Home > National > ચીને કેન્સર સહીત ૨૮ દવા પર આયાત ડ્યુટી દુર કરી


Foto

ચીને કેન્સર સહીત ૨૮ દવા પર આયાત ડ્યુટી દુર કરી

May 4, 2018, 2:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની હાલમાં ઐતિહાસિક અનૌપચારિક યાત્રા બાદ તેની હકારાત્મક અસર થવા લાગી ગઇ છે. સંબંધ વધારે મજબુત બની રહ્યા છે. આના સંકેત હવે મળવા લાગી ગયા છે. ચીને એક હકારાત્મક પગલુ લઇને હવે કેન્સરની તમામ દવા સહિત ૨૮ દવા પર આયાત ડ્યુટીને દુર કરી દીધી છે.

પહેલી મેથી આ વ્યવસ્થા અમલી કરી દેવામાં આવી છે. આ હિલચાલના પરિણામસ્વરૂપે ભારતને પડોશી દેશ ચીનમાં આ દવાની નિકાસ કરવામાં મદદ મળશે. ભારતમાં ચીનના રાજદુત લુઓ દ્વારા એક ટ્‌વીટ કરીને આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યુ છે કે ચીને તમામ કેન્સરની દવા સહિત ૨૮ દવા પર આયાત ટેરિફ અથવા તો આયાત ડ્યુટીને ઉઠાવી લીધી છે.

આ સમાચાર ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ખુબ સારા છે. આના પરિણામસ્વરૂપે ભવિષ્યમાં ભારત અનેચીન વચ્ચે વેપાર અસમતુલાને દુર કરવામાં મદદ મળશે.