loader

Breaking News


Home > Gujarat > સિનેમેક્સ થીયેટરમાં તોડફોડ, પદ્માવતનો વિરોધ કે લુંટનો ઈરાદો ?


Foto

સિનેમેક્સ થીયેટરમાં તોડફોડ, પદ્માવતનો વિરોધ કે લુંટનો ઈરાદો ?

Feb. 3, 2018, 1:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરનાં સેક્ટર ૧૧ માં આવેલા સિનેમેક્સ થીયેટરમાં મોદી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરીને નુકશાન પહોંચાડયું હતું. મોડીરાત્રે આવેલાં ત્રણ બુકાનીધારી શખ્સો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી તેમજ પદ્માંવત ફિલ્મ મુદ્દે તેઓએ તોડફોડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસને તેનો મેસેજ મળતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પદ્માવત મુદ્દે ભારે વિરોધ થયો હતો જો કે આ ફિલ્મ ગુજરાતમાં રીલ્લીઝ થઇ નથી તો આ તોડફોડ પાછળ કોનો હાથ છે તે જાણવા પોલીસ તપાસે લાગી છે.

રાજ્યમાં પદ્માવત રિલીઝ થઇ નથી ત્યારે હવે વિવાદ ખત્મ થઇ ગયો હોવા છતાં થીયેટરમાં તોડફોડ થઇ એમાં રાજપૂત સમાજને બદનામ કરવાનું કાવતરું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. આ તોડફોડમાં થીએટરનાં બધા કાચ તૂટી ગયા હતા તેમજ કરોડો રૂપિયાનું નુકશાન પણ થયું છે. પોલીસ આ મામલે વિગતો મેળવીને તપાસ કરી રહી છે.