loader

Breaking News


Home > Gujarat > શહેર ભાજપનાં જામેલા ટેમ્પાને પંચર, પ્રજાના કામોની સામે કાર્યકરોમાં રોષ


Foto

શહેર ભાજપનાં જામેલા ટેમ્પાને પંચર, પ્રજાના કામોની સામે કાર્યકરોમાં રોષ

Oct. 10, 2018, 3:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનાગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી એકહથ્થું શાસન ભોગવતું ભાજપનો જે પાયો રચાયો છે. તે કાર્યકરોને આભારી છે. આજે નવો ઘોડો વીનમાં સડસડાટ દોડતો હોય તેમ જુના પાયાના કાર્યકરોને એકકોર મુકીને નવા કાર્યકરો ઉપર વજન વધતા પક્ષ માટે આવનારો સમય તકલીફભર્યો હશે. હા, ભાજપમાં ઝડપથી આગળ આવવું હોય અને ઝડપથી પગથીપા સર કરવા હોય તો વાયા વિરમગામ નહીં પણ વાયા કોંગ્રેસ થઈને આવો એટલે સિનીયોરીટી જેવું કશું જ નહીં. ૩૦થી૨૦ વર્ષથી કામ કરતાં કાર્યકરો હરહંમેશા સેવામાં જ રહેતા જોવા મળી રહ્યા છે.

આજે ભાજપના પાયાના કાર્યકરોને હાંસીયામાં ધકેલીને નેતાઓની આગળ પાછળ ચાપલુસી કરતાં સભ્યો મહ¥વ વધારે અપાય છે. ત્યારે ભાજપના વોટસેગ્રૃપમાં પણ આક્રોશ વધતો જાવાઈ રહ્યો છે. ગાં.મનપામાં સતત ૨ ટર્મથી ભાજપ ભલે સત્તા ભોગવી રહ્યું હોય પણ આખરે મેયરનો કોંગ્રેસમાંથી જ આવેલા છે. ત્યારે ભાજપના કાર્યકરોના કામ ન થતા હોવાની અનેક ફરીયાદો પ્રદેશકક્ષાએ પહોંચવા છતાં દબાવી દેવામાં આવતી હોય છે. આખરે કાર્યકર પોતે પોતાના ઘરના કામ નહીં, પ્રજાના કામો લઈને આવે એ પ્રજાના કામો જ ન થતાં હોય તો પ્રચારમાં ઝંડો લઈને ફરવું કઈ રીતે ?

ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ૨૨ વર્ષમાં ઝડપથી થયેલો વિકાસ ૧૦ વર્ષમાં થયો છે. આજે ગાંધીનગર પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ત્યારે અગાઉ એક બીજાને કાપવાની રમતોમાં ગાં.મનપામાં એવો જે વોર્ડ હતા ત્યાં આખે આખી પેનલ હારી હતી. ત્યારે વર્ષોથી ટીકીટ માંગી રહેલા કાર્યકરોને કોણીએ ગોળ લગાવીને કાલે જ નવા પાર્ટીમાં વપરાયેલા કાર્યકરોના નેતા બની જાય છે. ગાંધીનગર શહેરમાં જુના જાગીઓ અને વર્ષોના કાર્યકરો આજે પણ આંટા મારી રહ્યા છે, અને સીનીયોરીટી જેવું હવે ભાજુપમાં રહ્યું નથી તેવું કાર્યકરોનું પણ મંતવ્ય છે.

ભાજપમાં ૩૦ વર્ષથી ઝંડો લઈને ફરતાં ડો. રમણ પટેલ, ફાલ્ગુન વોરા, કશ્યપ પ્રજાપતિ, જીગ્નેશ જોષી, રુચિર ભટ્ટ, મનીષ જયસ્વાલ, સંજીવ મહેતા, સુરેશ મહેતા, મહીપત મિસ્ત્રી, અશોકભાઈ, મહીપાલ, જીગ્નેશ ઠક્કર, ભરત ઠક્કર કીર્તી પટેલ, અમીત પટેલ, ગોવિંદ પરમાર કરશન, મયુર પટેલ (બાબા) ઉરેન પટેલ, અતુલ પટેલ મહિલાઓમાં કૈલાશબેન લકારા, કુનુ દેસાઈ, ગીતાબેન પટેલ, ભારતીબેન શુક્લ, જેવાં અનેક કાર્યકરોએ પાર્ટીમાટે લોહી રહેયું છે. પણ પ્રજાના કામોની ઉપેક્ષા ધક્કા મારીને પણ ભાજપ તો ઝંડો લઈને ફરી રહ્યા છે. આજે મેયર દ્વારા કરોડો રૂપિયાના ગ્રાંન્ટો જે સંસ્થાઓને ફાળવવામાં આવી છે. તેમાં કોંગ્રેસ બાહુબલીની જેમ મજબુત બની છે. ત્યારે ભાજપના કાર્યકરો ગમે તેટલાં મહેનત કરે પણ પ્રજા સમકક્ષ જવું કાઢુ પડી રહ્યું છે.

શહેર ભાજપમાં મહેન્દ્ર પટેલ દોડી તો રહ્યા છે પણ જે સંસ્થાઓ અને કાર્યકોરમાં ગાં.મનપા દ્વારા મેયરના હુકમથી જે ગ્રાંન્ટો વાપરવામાં આવી છે. તે તમામ કોંગ્રેસનો ગ્રાફ પણ ઉંચો જઈ રહ્યો છે ત્યારે મહિલાઓમાં અને પરુષ કાર્યકરો હાજરી પુરાવા પૂરતાં પણ ઘણા તો આવતાં નથી ત્યારે પાર્ટી ભલે ગમે તેટલી ગંભીર નોંધ લે પણ કોઈ ટેકન એકસન નહીં જ લઈ શકે. ગાં.મનપા ગાંધીનગરમાં ભાજપની ૨ વાટ પણ આજે કાર્યકરોના કામ થતાં નથી પહેલાં જે વોર્ડમાંથી બન્યા પછી ડાયરેક્ટ મંત્રી, ધારાસભ્ય કે શહેર જિલ્લા પ્રમુખ કામ કરાવવા આવે ત્યારે જે તે વોર્ડના પ્રમુખનું નામ આપીને તેમને લઈને આવો તેવું સંકલન હતું તે હવે સંકલન પણ રહ્યું નથી. આજે જુના જોગીઓને ટીકીટ ફળવવામાં પણ સીનીયોરીટી હોવા છતાં કાતર ફેરવી દેવામાં આવે એવા ઘણાજ કાર્યકરો અને હોદ્દેદારો હતા જે ભાજપથી દૂર થઈ ગયા છે. ત્યારે રાકેશ પટેલ પોતે અગાઉ સેન્ડીંગ કમીટીમાં ચેરમેન હતા તેમના કારણે આખા વોર્ડમાં પેનલ આવી હતી અને તેમને તથા શંકર ચૌધરીને ટીકીટ ન આપીને આખે આકો વોર્ડ ખોયો, ત્યારે પાર્ટીએ ક્યારેય આ લોકોને પૂછીને શું તકલીફ છે. તે જાણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નથી હવે તો પ્રદેશ કક્ષાએ સેટીંગ હોય તેનું જ ડોટકોમ થાય બાકી કાર્યકરોના લેબલ લઈને જ ફરવાનું.

ભાજપ દ્વારા જે હમણાં ૫ થી ૭ વર્ષમાં યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવવામાં આવી છે. તે ખૂબ જ ઘાતક નીવડશે. કહેવાય છે કે રેસમાં નવો ઘોડો ફાસ્ટ દોડે, પણ જ્યારે અગાઉના ઘોડાના રોદણાની ખબર પડે ત્યારે સમય આવે ત્યારે તે પણ વિમુખ થઈ જાય. ઉચ્ચ નેતાઓની હા, હજુરી કરતાં મોટા ભાગના ડાયરેક્ટર રાતો રાત ટીકીટ લઈ ગયા છે પણ ભાજપમાં હવે સીનીયોરીટીની કોઈ કિંમતન થી. આવનારો સમય પણ ભાજપ માટે કપરો સાબીત થવાનો છે. તેમાં કાર્યકર કામથી રઢીયામણો, પણ હવે ભાજપમાં પાઈ લાગણનો મોટો રોગ લાગતાં નેતાઓને આજુબાજુ હા, હજુરીયા ક્યાં આગળ આવે છે.

ગાંધીનગરના જિલ્લામાં કોંગ્રેસનો ગ્રાફ જે ઉંચો જઈ રહ્યો છે. તેમાં હવે શહેરમાં પ્રવિણ પટેલ દ્વારા મોટા ભાગની ગ્રાંન્ટો કોંગ્રેસની સંસ્થાઓમાં વપરાતા ભાજપના જ સીનીયરોએ પાર્ટી પક્ષમાં ફરીયાદ કરી છે. ત્યારે પાર્ટીએ ગંભીરતાથી લે કે ન લે, પણ શહેરમાં ભાજપનું ધોવાણ વિધાનસભાની ચૂંટણીમાં થયું છે. તેના કરતાં લોકસભાની ચૂંટણીમાં ભારે ઘોવાણ થાયતેવું સુત્રો જણાવી રહ્યા છે. ભાજપના મોટા કાર્યક્રમોમાં જે સંખ્યા જોઈએ સુત્રોના જણાવી રહ્યા છે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક કાર્યક્રમો પાર્ટી પક્ષ દ્વારા આયોજન થઈ રહ્યું છે. ત્યારે ઓછી દેખાતી સંખ્યા ભાજપ માટે ટેન્શન વધારે તો નવાઈ નહીં.