loader

Breaking News


Home > Gujarat > વિધાનસભામાં કોંગ્રેસના પ્રવક્તા તરીકે સી.જે ચાવડા અને ઉપદંડક તરીકે આનંદ ચૌધરીની નિમણુક


Foto

વિધાનસભામાં કોંગ્રેસના પ્રવક્તા તરીકે સી.જે ચાવડા અને ઉપદંડક તરીકે આનંદ ચૌધરીની નિમણુક

March 14, 2018, 11:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં પપ્રવક્તા તરીકે ડૉ. સી.જે ચાવડાની નિમણુક કરવામાં આવી છે. વધુમાં ઉપદંડક તરીકે આનંદ ચૌધરીની નિમણુક કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજરોજ ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય એવા ડૉ. સી.જે ચાવડાની વિધાનસભામાં પ્રવક્તા તરીકે નિમણુંક થતાં તેમનાં સમર્થકોએ આજે મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ડૉ. સી.જે. ચાવડા અગાઉ પણ ધારાસભ્ય પદે ચૂંટાયેલ હોઈ તથા કલેકટર કક્ષાનાં અધિકારી તરીકે અગાઉ નોકરી કરેલ હોઈ તેમજ પ્રજામાં પણ સારી એવી પક્કડ ધરાવતા ભાષણ તેમજ હરીફ પક્ષનાં પ્રવક્તાઓની પણ બોલતી બંધ કરાવી દેવાની ક્ષમતા ધરાવતા હોઈ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તા તરીકેની તેમની નિમણુકને બુદ્ધિજીવીઓએ પણ વધાવી લીધી છે. વધુમાં માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનેલા આનંદ ચૌધરીને પણ પક્ષના ઉપદંડક તરીકેની નિમણુક આપવામાં આવી છે.