loader

Breaking News


Home > Gujarat > પાટનગરમાં શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ આપવા મુખ્યમંત્રી કલેક્ટરને સી.જે. ચાવડાએ કરેલી રજૂઆત


Foto

પાટનગરમાં શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ આપવા મુખ્યમંત્રી કલેક્ટરને સી.જે. ચાવડાએ કરેલી રજૂઆત

July 31, 2018, 5:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં દિવસે દિવસે વસ્તીમાં પ્રચંડ વધારો થતો જોવા મળી રહ્યો છે. કહેવાતી આ નગરી પહેલા કર્મચારીઓમની નગરી કહેવાતી પણ જે ૧૮ વર્ષનાં ગાળામાં જે વિકાસ થયો તેમાં પાટનગરની બે ભાગમાં વહેંચાઈ ગયું છે ૧ થી ૩૦ સેક્ટર જુનું ગાંધીનગર અને ચ-૦ અને ઘ-૦ થી કોબા અને અડાલજ સુધી ન્યુ ગાંધીનગર તરીકે હવે પ્રચલિત બન્યું છે.

પાટનગરમાં ૭ વાગ્યા પછી હવે કરફ્યુ જેવું વાતાવરણ ચ રોડ ઉપર થઈ જાય છે. પથિકા પછીનાં માર્ગો પણ સુમસામ થઈ જતાં હોય છે ત્યારે આજની ૨ દાયકા પહેલાં પાટનગરની વસ્તી માંડ દોઢથી પોણા બે લાખ હતી અને અત્યારે ૧૦ લાખથી પણ વધારે વસ્તીનો સ્ત્રોત વધી ગયો છે ત્યારે ૧૯૮૫ ની સાલથી જે લારી ગલ્લાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી હતી તે બાદ ઘ-૫ અને થોડાં પેન્ડિંગ હોય તેવા સ્થછળોએ ડ્રો કરવામાં આવેલ અને ૨૦૦૦ ની સાલ પછી કોઈ નવા ડ્રો કરવામાં આવેલ નથી અને બેકારીમાં ભારેખમ વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે દબાણની નામે ફક્તને ફક્ત લારી ગલ્લા ઉપર જ રોફ જમાવતું તંત્ર આજેય પણ પાકા દબાણો તોડવાને બદલે લારી ગલ્લા ઉપર જ ધોંસ બનાવી છે.

ગુજરાતનાં તમામ જિલ્લાનાં તાલુકાઓમાં શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના પાટનગરમાં હોકર્સ લાયસન્સ કેમ અપાય નહીં તેની તમામ છણાવટ સાથે ગાંધીનગરનાં ધારાસભ્ય સી.જે. ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને હોકર્સ લાયસન્સ આપવા ભલામણ કરી છે. ધારાસભ્યે કરેલી ભલામણમાં ગુજરાત રાજ્યનાં જિલ્લાઓ રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બરોડા, સુરત અમદાવાદ જેવા શહેરોમાં મહાનગરપાલિકાએ હોકર્સ લાયસન્સ આપવાની જાગવાઈ કરી છે જેથી ગાંધીનગર શહેરમાં રોજીરોટી કમાતા શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ આપવા ડો. સી.જે. ચાવડાએ મુખ્યમંત્રી, કલેક્ટર, ના.મનપા કમિશનરને પત્ર પાઠવીને લોકોને રોજગારી મળે તે ઉદ્દેશ્યથી હોકર્સ લાયસન્સ આપવા ભલામણ કરી છે.

ધારાસભ્ય દ્વારા ખાસ સરકાર દ્વારા નિષ્ઠા અને પ્રમાણિકપૂર્વક સાચા શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ મળે તે ઉદ્દેશ્યથી તમામ પાસાઓ પણ ચકાસવા અને સાચી ઓળખ ધરાવતા શ્રમજીવીઓને હોકર્સ લાયસન્સ આપવા ભલામણ કરી છે.