loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ એરપોર્ટ પર લેવાઇ MPની ક્લાસ, રોફ મારવો પડ્યો ભારે


Foto

અમદાવાદ એરપોર્ટ પર લેવાઇ MPની ક્લાસ, રોફ મારવો પડ્યો ભારે

Oct. 2, 2018, 2:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજનીતિમાં આવી ગયા બાદ નેતાઓ પોતાના અસલ રૂપમાં અવતરીંત થતા દરેકે જોયા છે. કહેવાય છે કે, રાજનેતાઓ ચુંટણી ટાણે પ્રજાનાં બાકી ટાઇમ પોતાના. નેતાઓને કહેવાય છે તો પ્રજાનાં સેવક પણ ઘણીવાર તે જ સેવક પ્રજાને રાહત આપવાની જગ્યાએ પોતાને રાહત મળે તેવા પ્રયત્નો વધુ કરતા હોય છે. અમદાવાદનાં એરપોર્ટમાં પણ કઇક તેવું જ દેખાયુ હતુ, જ્યા અમદાવાદનાં સાંસદ કિરીટ સોલંકીને એરપોર્ટ પર લાઇનમાં ન ઉભા રહી વીઆઇપી એન્ટ્રીમાં આગળ વધતા જોઇ તેમને ત્યા બેઠેલા એક શખ્શે પાછળથી કોલર પકડી લાઇનમાં ઉભા રહેવાની શીખ આપી હતી.



અમદાવાદનાં સાંસદ કિરીટ સોલંકી એરપોર્ટથી દિલ્હી જવા રવાના થવાના હતા, ત્યારે તેમણે કતારની બાજુમાં વીઆઇપી તરીકે એન્ટ્રી લેતા એક વ્યક્તિએ તેમને પાછળથી કોલર પકડી ઉભા રાખી દિધા હતા. જે ઘટના જોયા બાદ ત્યા ઉભા રહેલા લોકો સ્તંબ્ધ થઇ ગયા હતા. વ્યક્તિએ સાંસદનો કોલર પકડતા કહ્યુ કે, કેમ ભાઇ, કતારમાં ઉભા રહોને, તો તેના વળતા જવાબમાં કિરીટ સોલંકી કહ્યુ કે, હુ સાંસદ છુ. જેના જવાબમાં સામેવાળા વ્યક્તિએ કહ્યુ કે, તો શું થયું? હુ જજ છુ તો પણ લાઇનમાં ઉભો છુ. અચાનક પોતાની થયેલા અપમાનને પહોચી વળવા સાંસદ કિરીટ સોલંકીએ દિલ્હી જવાનું માંડી વાળ્યું.

નજરે નિહાળનારાઓનાં મતે, ભાજપનાં સાંસદ સવારે 10.30 કલાકે દિલ્હી જવા માટે ડોમેસ્ટીક એરપોર્ટ પર આવ્યા હતા, જો કે વીઆઇપી માટે અલગ જવા માટેની વ્યવસ્થા હોય જ છે પણ ભાજપનેં આ સાંસદે જેવી એન્ટ્રી લેતા પાછળથી એક વ્યક્તિએ તેમનો કોલર પકડી લીધો અને લાઇનમાં રહો કહ્યુ હતુ. ક્ષણભર માટે સાંસદ પોતે ચોંકી ગયા હતા, જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, કેમ ભાઇ કતારમાં નહી અને સીધી ઘૂસ, સોલંકીએ કહ્યુ કે, હુ સાંસદ છુ. જો કે સામે વ્યક્તિએ પોતાની ઓળખ આપતા કહ્યુ કે હુ એક જજ છુ તો પણ કતારમાં છુ તો તમે કેમ નહી. આ સાંભળી સાંસદને કઇ સમજ ન આવતા તેણે દિલ્હી જવાનું ટાળી એરપોર્ટથી પાછા રવાના થઇ ગયા હતા.