loader

Breaking News


Home > Bollywood > રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં જોવા મળશે પોર્નસ્ટાર, જાણવા અહી ક્લીંક કરો


Foto

રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં જોવા મળશે પોર્નસ્ટાર, જાણવા અહી ક્લીંક કરો

Jan. 11, 2018, 6:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મોને લઇને ઘણા ચર્ચામાં રહેતા હોય છે. એકવાર ફરી તે એક ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ લઇને આવી રહ્યા છે. ફિલ્મમાં તેમણે ફેમસ પોર્નસ્ટાર મિયા માલ્કોવાને ચાન્સ આપ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મનાં પોસ્ટરને જોઇને તમને અંદાજો આવી જશે કે ફિલ્મ કેટલી બોલ્ડ છે. તેમણે આ પોસ્ટરને સોશિયલ મીડિયા સાઇટ્સ પર નાખ્યો છે.



રામ ગોપાલ વર્માએ તેમની આગામી ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથમાં કામ કરેલ પોર્નસ્ટાર મિયા માલ્કોવાની સાથે કામ કરવાના પોતાના અનુભવને ટ્વીટ કરતા લખ્યુ છે, હે મિયા ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ ફિલ્મ કરવું ઘણુ દિમાગ દોડાવવા જેવુ હતુ અને તેનો અનુભવ ખુબ જ સારો રહ્યો હતો, મે ક્યારે પણ સની લિયોની સાથે કામ કર્યુ નથી પરંતુ આ ફિલ્મમાં થયેલ અનુભવ હુ ક્યારે પણ નહી ભુલી શકુ. બીજી તરફ મિયા માલ્કોવાએ પણ ટ્વીટ કરતા ફિલ્મને લઇને પોતાનો અનુભવ શેયર કર્યો હતો. તેણે ટ્વીટ કરતા લખ્યુ, ભારતીય ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ મારી સાથે યુરોપમાં ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ નામથી વીડિયો શુટ કર્યો છે. સની લિયોની બાદ હુ બીજી પોર્નસ્ટાર છુ કે જેણે ભારતીય ફિલ્મ નિર્માતા સાથે કામ કર્યુ હોય.