loader

Breaking News


Home > Gujarat > CM સાહેબ આપ ઈચ્છો છો કે ગુજરાત એસટી નિગમ નફો કરે, અતુલ દવેએ CM ને પત્ર લખી ઉપાય સૂચવ્યો


Foto

CM સાહેબ આપ ઈચ્છો છો કે ગુજરાત એસટી નિગમ નફો કરે, અતુલ દવેએ CM ને પત્ર લખી ઉપાય સૂચવ્યો

Jan. 30, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનું એસટી તંત્ર ખાડે ગયું છે ત્યારે જનસંઘનાં નેતા અતુલ દવેએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને ગુજરાત એસટી કઈ રીતે નફો કરે તેનો ઉપાય સૂચવ્યો છે. અતુલ દવેએ લખ્યું છે કે તમે વાહન વ્યવહાર મંત્રીપદે રહી ચુક્યા છો તો અપ સારી રીતે વાકેફ હસો કે ગુજરાત એસટી નિગમ દરવર્ષે ૧૫૦ થી ૨૦૦ કરોડની ખોટ ખાય છે.

અતુલ દવેએ એસટીને ખોટનાં ખાડામાંથી બહાર કાઢવા માટેની રૂપરેખા મૂકી છે. તેઓએ જણાવ્યું હતું કે નિગમની દસ વર્ષની બેલેન્સ સીટોનો અભ્યાસ કરીને રૂપરેખા બનાવી છે. અતુલ દવેએ કટાક્ષમાં કહ્યું હતું કે ત્યાર સુધી જે રીતે વહીવટ થયો છે એ રીતે અને જેમણે વહીવટ કર્યો છે એજ લોકો જો વહીવટ કરવાનાં હોય તો હું મારો અને તમારો સમય બગાડવા નથી માંગતો કેમકે આ લોકોએ જે સુંદર વહીવટ કર્યો છે એનાથી તો ST નિગમ ખાડે ગયું છે.

વધુમાં અતુલ દવેએ કહ્યું હતું કે એટલે જો નવેસરથી ડાયરેક્ટરો, MD અને ચેરમેન નિમાય તો જ મારી મહેનત સફળ થઇ શકે અને જો મારી યોજના સફળ ન થાય અને ફક્ત ત્રણ જ વર્ષમાં ગુજરાત એસટી નિગમ ખોટની જગ્યાએ નફો કરતું ન થાય તો મારી નિષ્ફળતાના બદલામાં સરકાર નક્કી કરે એ સજા ભોગવવા તૈયાર છું તેવું કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા સમય માંગ્યો હતો.