loader

Breaking News


Home > Gujarat > CM વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થતિની સમિક્ષા કરી


Foto

CM વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થતિની સમિક્ષા કરી

July 18, 2018, 5:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરને ખરાબ હવામાનના કારણે કેશોદ વિમાની મથકે ઉતરાણ કરવાની પહેલા મંજુરી મળી ન હતી. રૂપાણી સતત બીજા દિવસે પણ એરફોર્સના હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા. પુરની સમીક્ષા પણ કરી હતી.

આજે બુધવારના દિવસે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. રાજકોટ જતી વેળા ખરાબ હવામાનના લીધે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને જેતપુરમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. મંત્રીમંડળના સભ્યોને પણ પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગીરસોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા અને પુર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. મોડેથી રૂપાણી વેરાવળ કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં જરૂરી માહિતી મેળવી હતી. કેશોદથી તેમનો કાફલો વેરાવળ પહોંચ્યો હતો. કલેક્ટર ઓફિસમાં થોડાક સમય સુધી બેઠક ચાલી હતી. બીજા બાજુ ગીર સોમનાથ જીલ્લો છેલ્લા એક અઠવાડિયાથી મેઘ મહેર તરબોળથી ભીંજાઈ રહ્યો છે.