loader

Breaking News


Home > Gujarat > CM વિજય રૂપાણીએ કરી પ્લાસ્ટિક હટાવો અભિયાનની જાહેરાત, 11 જૂન સુધી ચાલશે


Foto

CM વિજય રૂપાણીએ કરી પ્લાસ્ટિક હટાવો અભિયાનની જાહેરાત, 11 જૂન સુધી ચાલશે

June 5, 2018, 12:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્લાસ્ટિક હટાવો અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન એક અઠવાડિયું ચાલશે જે 11 જૂનનાં રોજ ખતમ થશે. આ અભિયાનમાં તમામ મહાનગર પાલિકા, પાલિકાઓ અને પંચાયતો આવરી લેવાશે. આ સંસ્થાઓની હદ બહારના પણ બે કિલોમિટર જેટલા વિસ્તારમાં કચરાના ઢગ, પ્લાસ્ટિકની બોટલ ઉપાડી લેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરસાદ પહેલા આ કચરો ઉપાડી લેવાથી તે આગળ વધતો અટકી જશે અને નદી - નાળાને પ્રદુષિત નહીં કરે. વિજય રૂપાણીએ અન્ય એક જાહેરાત કર્યા મુજબ પ્લાસ્ટિકની બોટલનું રિસાયકલિંગ કરવા માટે મશીન મુકવામાં આવશે. જેટલી પ્લાસ્ટિકની બોટલનું મશીનમાં રિસાયકલિંગ કરશો તેટલાં રૂપિયા મળશે.