loader

Breaking News


Home > Bollywood > કોમેડિયન સ્ટાર કપિલની Luxury Vanity Van છે ખુબ ચર્ચામાં, ટ્વીટર પર શેયર કર્યા ફોટો


Foto

કોમેડિયન સ્ટાર કપિલની Luxury Vanity Van છે ખુબ ચર્ચામાં, ટ્વીટર પર શેયર કર્યા ફોટો

March 3, 2018, 4:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : ટેલિવિઝનનાં કોમેડિયન સ્ટાર કપિલ શર્મા એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાના ગુસ્સા કે નશાનાં કારણે નહી પરંતુ તેની નવી Vanity Van ને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2017માં વિવાદોમાં રહેલો કપિલ શર્મા હવે એક નવા શો ‘Family Time With Kapil Sharma’ સાથે સોની ટીવી પર આવી રહ્યો છે. આ સાથે તેણે હોળીનાં દિવસે તેના ફેંન્સ સાથે તેની નવી વેનિટીનાં ફોટો પણ શેયર કર્યા છે. આ વેનિટીને દિલીપ છાબડિયાએ ડિઝાઇન કરી છે.




કપિલ શર્મા માટે વર્ષ 2017માં વિવાદોથી ભરાયેલુ રહ્યુ હતુ. કપિલે પોતાના ગુસ્સાનાં કારણે ‘ધ કપિલ શર્મા શો’ પણ બંધ કરવો પડ્યો હતો. આ સમગ્ર બાબત ‘ધ કપિલ શર્મા શો’નાં કોમેડિયન સુનિલ ગ્રોવરથી જોડાયેલી છે. જાણકારી મુજબ કપિલ અને સુનિલ ગ્રોવરનો એક મોટો ઝઘડો સામે આવ્યો જેમાં વાત સામે આવી કે કપિલે સુનિલને ગુસ્સામાં થપ્પડ મારી દીધા હતા. આ કારણે સુનિલે તેનો ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો અને ત્યાર બાદ તેના શોની ટીઆરપી તળિયે બેસતા છેવટે તેણે શો બંધ કરવો પડ્યો હતો. જો કે હવે તે એક નવી ઉર્જા સાથે એક નવા શો ‘Family Time With Kapil Sharma’માં દેખાશે. મીડિયા રિપોર્ટ મુજબ કપિલે પોતાના ગુસ્સા અને નશાની ખરાબ આદત પર કાબુ મેળવવા બેંગલુરુનાં રિહૈબીલિએશન સેંટરની મદદ લીધી હતી.