loader

Breaking News


Home > Bollywood > કોમેડી સ્ટાર કપિલ શર્મા જલ્દી જ પડદા પર જોવા મળશે


Foto

કોમેડી સ્ટાર કપિલ શર્મા જલ્દી જ પડદા પર જોવા મળશે

Oct. 4, 2018, 8:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીવી સ્ક્રીનનાં તાજેતરનાં સ્ટાર કોમેડીયન કપિલ શર્મા જલ્દી જ તમારા ટીવી સ્ક્રીનમાં દેખાઇ શકે છે. તાજતરમાં તેણે સોશિયલ મીડિયામાં પોતાના ફોટો શેયર કર્યા હતા, જેમા તે ફિટ એન્ડ ફાઇન દેખાઇ રહ્યા છે.



કપિલ શર્મા એક એવો કોમેડિયન જેણે ભારતનાં મોટાભાગનાં લોકોને હસતા કરવામાં સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલ કપિલ શર્મા હવે તમને જલ્દી જ ટીવી સ્ક્રીનમાં દેખાઇ શકે છે. કપિલનો તાજેતરમાં શેયર કરેલો ફોટાને ઘણા લોકોએ લાઇક કર્યો છે, જેમા તે પહેલા કરતા પણ ફીટ દેખાઇ રહ્યો છે. ફોટોમાં કપિલનાં ચહેરા પર પહેલા જેવો તેજ દેખાઇ રહ્યો છે, જે છેલ્લા ઘણા સમયથી તેના ચહેરા પરથી ગાયબ થઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે કપિલ પોતાની આવનારી પંજાબી ફિલ્મ સન ઓફ મનજીત સિંહનાં  પ્રમોસનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પંજાબી સ્ટાર ગુરપ્રીત ઘુગ્ગી ખાસ ભૂમિકામાં દેખવા મળશે. વિક્રમ ગ્રોવર નિર્દેશક ફિલ્મ 12 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કપિલ શર્માએ સુમીત સિંહની સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.