loader

Breaking News


Home > Health > આરામદાયક જીવન બની શકે છે જોખમી, હાડકાઓ કરી શકે છે ખોખલા


Foto

આરામદાયક જીવન બની શકે છે જોખમી, હાડકાઓ કરી શકે છે ખોખલા

March 7, 2018, 7:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે લોકો આરામદાયક જીવનને વધુ મહત્વ આપી રહ્યા છે. એરકંડિશનવાળા ઘર અને ઓફિસમાં રહેવાની કોને ઇચ્છા ન હોય. પરંતુ શું તમે જાણો છો કે આ આરામદાયક જીવન તમારા શરીર માટે કેટલુ હાનિકારક સાબિત થઇ શકે છે.





આધુનિક જીવન શૈલીનું પ્રતિક બનેલા ઘર અને ઓફિસ તાજા હવા અને કુદરતી તડકાથી પણ લોકોને વંચિત કરી રહ્યા છે. આ પ્રકારની જીવન શૈલી ધરાવતા લોકોમાં વિટામીન ડીની માત્રા ઘણી ઓછી હોય છે અને સતત આ વાતાવરણમાં રહેવાથી શરીરનાં હાડકાઓ ખોખલા બની જાય છે. આજે દેશમાં ઘણા લોકો છે કે જે હાડકાનાં દુખાવાને લઇને પરેશાન રહે છે. આ અંગે ડૉક્ટરનું કહેવુ છે કે આ દુખાવાથી પિડાતા લોકોમાં વિટામીન ડીની ઉણપ જોવા મળી રહી છે. ડૉક્ટર આ વિષય પર કહે છે કે વિટામીન ડીની ઉણપનું મુખ્ય કારણ પર્યાપ્ત માત્રામાં તડકાનું ન મળવુ છે. જે વિટામીન ડીનું મુખ્ય સ્ત્રોત છે. આર્થરાઇટિસ કેયર ફાઉંડેશનનાં અધ્યક્ષ ડૉ.રાજુ વૈશ્ય કહે છે કે, વિટામીન ડીનો મુખ્ય સ્ત્રોત સુરજનાં કિરણો છે, જે શરીરનાં હાડકા સિવાય પાચન ક્રિયામાં ઘણા ફાયદાકારક છે. આજે ભાગદૌડભર્યા જીવન અને આધુનિક સંસાધનોનાં કારણે લોકો સુરજનો તડકો નથી લઇ શકતા. પરિસ્થિતિ એવી છે કે હવે ખુલા મેદાનમાં ફરવુ, રમવુ બંધ થઇ ગયુ છે. આ કારણથી સુરજનાં તડકાથી મળતો વિટામીન ડી તેમના સુધી પહોચી શકતો નથી.



આરામદાયક જીવનની આદત એવી પડી ગઇ છે કે લોકો હવે તેને છોડી શકતા નથી. જ્યારે પણ કોઇને ઘૂંટણ કે સાધામાં દુખાવો થાય છે ત્યારે તે સમજી બેસે છે કે તેના શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થઇ ગઇ છે, પરંતુ કોઇનું ધ્યાન વિટામીન ડી તરફ જતુ નથી. ડૉ.વૈશ્ય કહે છે કે, જો સમય સાથે કેલ્શિયમ અને વિટામીન ડીની તપાસ કરાવવામાં આવે તો આર્થરાઇટેસને વધતા રોકી શકાય છે. વધુમાં તે જણાવે છે કે જો બાળકો અને ખાસ કરીને કિશોરવસ્થામાં પ્રતિ દિવસ 1200 થી 1300 મિલિગ્રામ કેલ્શિયમ તેમને આપવામાં આવે તો તે ભવિષ્યમાં થતી આવી ઘણી બિમારીઓથી બચી શકે છે.