loader

Breaking News


Home > Bollywood > આવી રહી છે બોલીવુડની સૌથી ભયાનક હોરર ફિલ્મ, જુઓ તેની ઝલક


Foto

આવી રહી છે બોલીવુડની સૌથી ભયાનક હોરર ફિલ્મ, જુઓ તેની ઝલક

Feb. 7, 2018, 8:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં બોલીવુડની હોરર ફિલ્મોને પસંદ કરતા દર્શકો ઘણા છે. દર્શકોની પસંદને ધ્યાને લઇને બોલીવુડનાં ડાયરેક્ટરો હવે લવ સ્ટોરી સાથે હોરર ફિલ્મો તરફ વળ્યા છે. તેવી જ એક હોરર ફિલ્મ ‘પરી’ જેને ક્લીન સ્લેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ લઇને આવી રહ્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી અનુસ્કા શર્મા છે. આ ફિલ્મ હોળીનાં પાવન તહેવારમાં રિલીઝ થઇ રહી છે. જેનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે.





પરી એક હોરર ફિલ્મ છે, જેમાં મુખ્ય અભિનેત્રી અનુસ્કા શર્મા છે. આ ફિલ્મનાં ટીઝરમાં અનુસ્કા ભયાનકર અંદાજમાં ડરાવતી નજરે ચડે છે. બુધવારે અનુસ્કાનાં પોતાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની ફિલ્મ પરીનું નવુ ટીઝર રિલીઝ કર્યુ. જો કે આ પહેલા પરી ફિલ્મનાં અમુક પોસ્ટર અને વીડિયો આવી ચુક્યા છે. પરંતુ આ ટીઝર અગાઉનાં વીડિયોથી તદ્દન અલગ જ છે. આ ટીઝરમાં અનુસ્કા એક ભયાનક લુકમાં દેખાઇ રહી છે.