loader

Breaking News


Home > National > આવનારા સમયમાં યુવાઓ કરી શકે છે દેશનું નેતૃત્વ


Foto

આવનારા સમયમાં યુવાઓ કરી શકે છે દેશનું નેતૃત્વ

Oct. 16, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં હવે ધીરે ધીરે યુવા વર્ગ રાજનીતિમાં જમ્પ લાવી રહ્યા છે. ત્યારે જોવા મળી રહ્યુ છે કે યુવા ચહેરાઓ ખુલીને સરકાર સામે આવી ગયા છે. આ જોતા એક પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે શું સમય બદલાયો છે?, શું યુવા ચહેરાઓ આવતા સમયમાં દેશનું નેતૃત્વ કરશે?



2014માં જ્યારે મોદી સરકાર આવી ત્યારે દેશની જનતાને તેમના પર ઘણી આશાઓ હતી, જે મુજબ તે વાયદાઓ કરતા તે જોતા લોકોમાં એક આશા જાગી હતી કે આ સરકાર ગરીબો, બેરોજગારો અને પીડિતો માટે કોઇ સારા પગલા લેશે પરંતુ તે ન થતા આજે એક એવો સમય આવ્યો છે કે યુવા ચહેરાઓ સામે આવી સરકાર વિરોધી આંદોલનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ચુંટણી થઇ હતી જેમાં ત્રણ યુવા ચહેરાઓનાં નામ સામે આવ્યા હતા. જેમણે કેન્દ્ર સરકાર પર ઘણા આરોપો લગાવ્યા અને તેમને આમને સામને વાર્તાલાભ કરવા પણ નિમંત્રણ આપ્યુ હતુ પરંતુ સરકારે તેની અવગણના કરતા મૌન વલણ રાખવુ જરૂરી સમજ્યુ હતુ.

સરકાર તરફથી કરવામાં આવેલા વાયદાઓ પુર્ણ ન થતા સમયાંતરે યુવા નેતાઓ ખુલીને સરકારનો વિરોધ કરવા લાગ્યા છે અને જેમાં જીગ્નેશ મેવાણી કે જે ગુજરાતનાં વડગામથી ધારાસભ્ય બન્યા છે તેમણે કહ્યુ હતુ કે, હવે દેશમાં યુવા રાજ કરશે અને તે આવતા સમયે દેશને ચલાવશે અને માત્ર ચલાવશે નહી પરંતુ લોકોને સાંભળશે અને હાલનાં નેતાઓથી વીપરીત ઓછુ બોલી સુશાસનને લાગુ કરશે. બીજી તરફ જેએનયુનાં વિદ્યાર્થી રહેલા કનૈયા કુમારે પણ સરકારનાં આરએસએસ સમર્થન પર આલોચનાઓ શરૂ કરી દીધી છે. કનૈયા કુમાર પોતાના દરેક ભાષણમાં સરકારને લપેટામાં લેતો જોવા મળે છે. તેણે એક ઇટરવ્યુમાં ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને લપેટામાં લઇ ગોડ સે મુર્દાબાદ બોલવાનું કહ્યુ હતુ જેનો કોઇ જવાબ સંબિત પાત્રા પાસે નહતો. તેટલુ જ નહિ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ યુવા છે, જેને ભાજપનાં નેતા પપ્પુ કહીને સંબોધતા રહે છે, આજે તે જ પપ્પુએ ભાજપની નાકમાં દમ કરી દીધો છે. રાહુલ ગાંધી તેના દરેક ભાષણમાં રાફેલનો મુદ્દો ઉઠાવે છે. જેનો ભાજપ પાસે આજે પણ કોઇ ચોક્કસ જવાબ નથી.