loader

Breaking News


Home > Gujarat > નવરાત્રી મહોત્સવમાં ગરબા સ્થળોએ સીસીટીવી લગવવા માટે આદેશ


Foto

નવરાત્રી મહોત્સવમાં ગરબા સ્થળોએ સીસીટીવી લગવવા માટે આદેશ

Oct. 9, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : નવરાત્રિ મહોત્સવને શાંતિપૂર્ણરીતે પાર પાડવા પોલીસ તંત્ર પણ સજ્જ છે. ગરબાનાં આયોજકો સાથે અનેક બેઠકો યોજાઈ ચુકી છે. આયોજકોને કેટલીક સુચનાઓ પણ આપવામાં આવી છે. તમામ પ્રકારની તૈયારીઓ અંગે માહિતી આપવા પહેલાથી જ તેમને કહેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ગરબા આયોજકોને ગરબાનાં સ્થળોએ સીસીટીવી કેમરા સહિતનાં સુરક્ષા ઉપકરણો લગાવવા સ્પષ્ટ અને કડક તાકીદ કરવામાં આવી છે.



વધુમાં, પોલીસે ગરબા આયોજકોને ગરબા સ્થળો પાસે પાર્કિંગની વ્યવસ્થા અને સલામતી પણ ચુસ્ત રાખવા તાકીદ કરી છે. આ વખતે નવરાત્રીને લઇ શહેરમાં અને એસજી હાઇવે સહિતનાં વિસ્તારોમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછા સ્થળોએ ગરબાની મંજુરી આપવામાં આવી છે. પાર્કિંગ અને અન્ય મુદ્દાઓને લઇને ઓછી અરજીઓ આ વખતે થઇ છે. નવરાત્રીનાં દિવસો દરમ્યાન રાત્રીનાં સમયે પણ પોલીસનો લોખંડી બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ જારી રહેશે. નવરાત્રિ મહોત્સવને લઇ શહેર પોલીસ તંત્રનાં ઉચ્ચ અધિકારીઓની ગરબા આયોજકો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પોલીસે આયોજકોને ગરબાનાં સ્થળોએ સીસીટીવી કેમેરા, પીટીજુ કેમેરા, મેટલ ડિટેકટર સહિતનાં સુરક્ષા ઉપકરણો લગાવવા કડક તાકીદ કરી છે. સાથે સાથે શહેરનાં માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાય નહી તે માટે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા અને સલામતીને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા તેઓને તાકીદ કરવામાં આવી છે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન અંધ, અપંગ કે વિકલાંગ તેમ જ સીનીયર સીટીઝન વ્યકિતઓ માટે પોલીસ ખાસ સેવામાં રહેશે. તેઓની તકલીફ વખતે પોલીસ તેમની સેવાની ભૂમિકામાં સજજ રહેશે. યુવતી અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા સ્કવોડની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે નવરાત્રી દરમ્યાન અનેક સ્થળોએ ગરબાની મંજુરી આપવામાં આવી ચુકી છે.