loader

Breaking News


Home > Gujarat > ગતિશીલ ગુજરાત, જીતશે ગુજરાત, અડીખમ ગુજરાતની નેમ સાથે ભાજપ ગાંધીનગર તાલુકા પંચાયત હસ્તગત કરવા કટિબદ્ધ


Foto

ગતિશીલ ગુજરાત, જીતશે ગુજરાત, અડીખમ ગુજરાતની નેમ સાથે ભાજપ ગાંધીનગર તાલુકા પંચાયત હસ્તગત કરવા કટિબદ્ધ

Feb. 27, 2018, 5:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂટણીમાં કોંગ્રેસને ૧૮, ભાજપને ૧૫ અને અને ત્રણ બેઠક અપક્ષને ફાળે આવી હતી જેના કારણે જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ભાજપ તડજોડની રાજનીતિ કરીને ત્રણ અપક્ષ સભ્યોને પોતાની બાજુ કરી લે તો પણ તાલુકા પંચાયતમાં ટાઈ પડવાની શક્યતા હતી.

આ મુદ્દે ગાંધીનગર જીલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં તાલુકા પંચાયત કબજે કરવાની મેલી મુરાદ સાથે લાખો રૂપિયાની લેતી દેતી કરી, તડજોડની નીતિ અખત્યાર કરીને ભાજપ સત્તા મેળવવા હવાતિયા મારી રહ્યું છે.

જો કે રાંધેજા -૨ બેઠક પરથી અપક્ષ ચુંટણી લડીને જીત મેળવનાર રસિકભાઈ અરજણજી ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના કારણે કોંગ્રેસને તાલુકા પંચાયતમાં ૧૯ સદસ્યો સાથેની સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.ગાંધીનગર કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે રસિકભાઈ અરજણજી ઠાકોર કોંગ્રેસમાં કોઈપણ જાતની શરત કે પ્રલોભન સાથે જોડાયા નથી પરંતુ તેઓએ કોંગ્રેસ પક્ષની વિચારધારા, મતવિસ્તારના વિકાસકાર્યો અને પોતે વર્ષોથી કોંગ્રેસ પક્ષના સૈનિક તરીકે કાર્યવત હોવાથી કોંગ્રેસમાં પુન:પ્રવેશ મેળવ્યો છે.

જો કે હવે જયારે જોવાનું એ છે કે જયારે માથા ગણાવવાનું થશે ત્યારે ભાજપ કઈ રીતે બહુમતી સાબિત કરે છે. વધુમાં એવી શક્યતા પર રહેલી છે કે ભાજપ કોંગ્રેસના અમુક સભ્યોને લાલચ આપીને પોતાની તરફ ખેંચી શકે છે અથવા બળાબળનાં પારખા સમયે ભાજપનાં ઈશારે કોંગ્રેસના અમુક સભ્યો ઘેરહાજર રહે તો શું ? વધુમાં સુત્રોની માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક સભ્યો પણ ભાજપનાં સંપર્કમાં છે તેવી માહિતી બહાર આવતા કોંગ્રેસના નેતાઓની ઊંઘ પણ ઉડી ગઈ છે. આમ, આ મુદ્દે કોંગ્રેસના હાથમાંથી લાડવો ઝૂંટવાઈ જાય તેવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે.