loader

Breaking News


Home > Gujarat > ફી નિર્ધારણ સમિતિનું ગઠન થયે એક વર્ષ વીતી ગયું હોવા છતાં ફી નક્કી કરવામાં સમિતિનાં ઠાગાઠૈયા


Foto

ફી નિર્ધારણ સમિતિનું ગઠન થયે એક વર્ષ વીતી ગયું હોવા છતાં ફી નક્કી કરવામાં સમિતિનાં ઠાગાઠૈયા

Jan. 29, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ :રાજ્યમાં ફી નિર્ધારણ કાયદો અમલમાં આવ્યા પછી પણ ફી નિર્ધારણ સમિતિએ શાળાઓ પાસે કાયદાનું પાલન કરવામાં ઠાગાઠૈયા આચર્યા હોવાને કારણે સંચાલકોને ફાયદો કરાવી આપવાની ચાલ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ સમિતિની રચના ફેબ્રુઆરી ૨૦૧૭ માં કરવામાં આવી હતી પણ રચના કર્યાને એક વર્ષ વીતી ચુક્યું હોવા છતાં આં સમિતિએ હજુ સુધી શાળાઓની ફી નક્કી કરી નથી તેમજ દરખાસ્ત કરનારી શાળાઓનું હિયરીંગ ખોટી રીતે લંબાવીને શાળા સંચાલકોને ફાયદો કરાવી આપવાની પેરવીમાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વધતી જતી ખાનગી શાળાઓની ફી ને કાબુમાં રાખવા માટે ફી નિર્ધારણ સમિતિની રચના કરી હતી જેની સમે ખાનગી શાળા સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા જો કે હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફી અધિનિયમન સમિતિ બંધારણીય છે અને તેમાં બંધારણીય કાયદાનું કોઈ હનન થતું નથી. અમદાવાદમાં ફી નિર્ધારણના કાયદાને અનુરૂપ ફી લેવા માટે કુલ ૧૧૮ શાળાઓએ દરખાસ્ત કરી હતી જેનું હજુ સુધી હિયરીંગ સમિતિ ધ્વાર કરવામાં આવ્યું નથી ત્યારે હજુ પણ શાળાઓની ખોટી રીતે ફી પડાવવાનો પરવાનો મળી ગયો હોય તેવો માહોલ ઉભો થયો છે.