loader

Breaking News


Home > Gujarat > ચાલુ વર્ષની ફી નક્કી નહી કરી શકનાર કમિટી હવે આગામી વર્ષની ફી નક્કી કરશે, વાલીઓમાં ભારે આક્રોશ


Foto

ચાલુ વર્ષની ફી નક્કી નહી કરી શકનાર કમિટી હવે આગામી વર્ષની ફી નક્કી કરશે, વાલીઓમાં ભારે આક્રોશ

Jan. 30, 2018, 12:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે રાજ્ય સરકારે ગઠન કરેલી ફી નિર્ધારણ કમિટીએ આવતા શૈક્ષણિક વર્ષ માટે ફી નકી કરવા માટે દરખાસ્તો મંગાવી છે. ફી કમિટીનો તર્ક એવો છે કે પાણી પહેલાં પાળ બાંધી દઈએ મતલબ નવા શૈક્ષણિક સત્ર પહેલાં એની ફી નક્કી કરી દઈએ જેથી પાછળથી મોડું નાં થાય. જો કે કમિટીએ આવતા વર્ષની ચિંતા કરવા કરતાં હાલના ચાલુ વર્ષની ફી નક્કી કરવા માટે કંઇક કરવું જોઈએ તેવો વાલીઓમાં મત પ્રગટ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વધતી જતી ખાનગી શાળાઓની ફી ને કાબુમાં રાખવા માટે ફી નિર્ધારણ સમિતિની રચના કરી હતી. ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ સમિતિની રચના ફેબ્રુઆરી ૨૦૧૭ માં કરવામાં આવી હતી પણ રચના કર્યાને એક વર્ષ વીતી ચુક્યું હોવા છતાં આં સમિતિએ હજુ સુધી શાળાઓની ફી નક્કી કરી નથી તેમજ દરખાસ્ત કરનારી શાળાઓનું હિયરીંગ ખોટી રીતે લંબાવીને શાળા સંચાલકોને ફાયદો કરાવી આપવાની પેરવીમાં છે. જો કે હજુ ચાલુ વર્ષની ફી નક્કી કરી નાં શકનાર કમિટી કઈ રીતે આગામી સત્રની ફી નક્કી કરશે તે જોવું રસપ્રદ રહેશે. વધતી ફી ને અનુલક્ષીને ૩ ફેબ્રુઆરીનાં રોજ દેશભરમાં વાલીઓ દેખાવો યોજશે.