loader

Breaking News


Home > Sports > કોમનવેલ્થ ગેમ્સ : મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો


Foto

કોમનવેલ્થ ગેમ્સ : મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

April 6, 2018, 2:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગોલ્ડકોસ્ટ : ૨૧ માં કોમનવેલ્થ ગેમ્સમાં દેશભરની આંખો મહિલા વેઈટલિફટર મીરાબાઈ ચાનુ પર છે. ચાનુએ દેશને નિરાશ ન કરતા પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. મીરા એ કુલ ૧૯૬ કિલો ભાર ઉપાડીને ઈતિહાસ રચ્યો . ૨૦૧૪ ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં ચાનુએ ૪૮ કિલો વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

કોમવવેલ્થ ગેમ્સમાં પહેલાં જ દિવસે ભારતને મોટી સફળતા મળી છે. વેટલિફ્ટર ગુરુરાજા પુજારીને ગુરુવારે ૫૬ કિલો (મેન્સ) કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો છે. મલેશિયાના મોહમ્મદ એએચ ઈઝહાર અહમદને ગોલ્ડ મેડલ મળ્યો છે. જ્યારે શ્રીલંકાના ચતુરંગાને કાંસ્ય અવોર્ડ મળ્યો છે. નોંધનીય છે કે, ગુરુરાજ કર્ણાટકનો રહેવાસી છે અને તેના પિતા ટ્રક ચલાવે છે. આર્થિક રીતે નબળાં હોવા છતા તેના પરિવારે તેને દરેક વસ્તુ અપાવી છે જેથી તે સારી રીતે રમી શકે.