loader

Breaking News


Home > Sports > કોમનવેલ્થ ગેમ્સ : વેઇટલીફટીંગમાં પૂનમ, શૂટિંગમાં મનુએ ગોલ્ડ જીત્યો


Foto

કોમનવેલ્થ ગેમ્સ : વેઇટલીફટીંગમાં પૂનમ, શૂટિંગમાં મનુએ ગોલ્ડ જીત્યો

April 9, 2018, 3:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગોલ્ડકોસ્ટ : ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે વેઇટલીફટીંગ બાદ શુટિંગમાંથી ભારત માટે સારા ખબર આવ્યાં છે. ૧૬ વર્ષની મનુ ભાકેરેએ મહિલાઓની ૧૧૦ મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત આ જ સ્પર્ધામાં હીના સિદ્ધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મુકાબલામાં મનુએ ૨૪૦.૯ અંક મેળવ્યા હતા, અને હિનાને ૨૩૪ અંક મળ્યા છે. આ સાથે જ ભારતે ૬ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝનીસાથે કુલ ૯ મેડલ મેળવ્યા છે અને મેડલ ટેલીમાં તે ત્રીજા નંબર પર છે.

ભારતીય નિશાનેબાજ રવિ કુમારે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોની ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. રવિએ ફાઈનલમાં કુલ ૨૨૪.૧ અંક મેળવ્યો અને ત્રીજા સ્થાન પર રહીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ ભારતે ૬ ગોલ્ડ, ૨ સિલ્વર, ૨ બ્રોન્ઝ સાથે મળીને કુલ ૧૦ મેડલ મેળવ્યા છે. તેમજ મેડલ ટેલીમાં તે ત્રીજા નંબર પર છે. આ પહેલા રવિવારે ભારતની મહિલા વેટ લિફ્ટર પૂનમ યાદવે ૬૯ કિલો ભારવર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.