loader

Breaking News


Home > National > મધ્યપ્રદેશમાં નકલી મતદાન કાર્ડની ફરિયાદ ખોટી, ચુંટણી પંચે રીપોર્ટમાં કર્યું જાહેર


Foto

મધ્યપ્રદેશમાં નકલી મતદાન કાર્ડની ફરિયાદ ખોટી, ચુંટણી પંચે રીપોર્ટમાં કર્યું જાહેર

June 9, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : મધ્યપ્રદેશમાં ચુંટણી પહેલા જ કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે. રાજ્યમાં મતદાર સુચીઓમાં ગરબડ કરવામાં આવી છે તેવી કોંગ્રેસની ફરિયાદને ચુંટણી પંચે તપાસ બાદ ખોટી ગણાવી છે. ચુતાનો પંચના રીપોર્ટ અનુસાર કોંગ્રેસની ફરિયાદને આધારે તપાસ અધિકારીઓએ ચાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીઓનું નિરીક્ષણ કર્યું હતું જેમાં ગરબડ થઇ હોય તેવું જણાઈ આવ્યું નથી.

ચુંટણી પંચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ દ્વારા ત્રણ જુનના રોજ કરવામાં આવેલ ફરિયાદમાં બતાવવામાં આવેલ ગરબડ વાળા વિધાનસભા વિસ્તારો નરેલા, હોશંગાબાદ, ભોજપુર અને સીઓની માલવામાં મતદાર યાદીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ છેવટે કોઈ જાતની ગરબડ નાં મળતાં ચુંટણી પંચે ફરિયાદને ખોટી જણાવી હતી.