loader

Breaking News


Home > National > કેરળમાં પુરની સ્થિતિ ગંભીર, મૃતાંક વધીને ૩૦ થયો


Foto

કેરળમાં પુરની સ્થિતિ ગંભીર, મૃતાંક વધીને ૩૦ થયો

Aug. 11, 2018, 1:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કેરળમાં પુરની સ્થિતિ ખુબ જ ગંભીર બનેલી છે. અડધાથી વધારે કેરળ હાલમાં પુરના સકંજામાં છે. ગંભીર પુરની સ્થિતિના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ભારે વરસાદ અને પુરને કારણે હવે ૫૪૦૦૦થી વધારે લોકો ઘરવગરના થયા છે. સાથે સાથે મોતનો આંકડો વધીને હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે.

કેરળમાં તમામ નદીઓ અને બંધ તેમજ સરોવરમાં પાણીન સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. કેરળના સાત સૌથી પુરગ્રસ્ત ઉત્તરીય જિલ્લામાં સેનાની ટીમ પણ હવે બચાવ કામગીરીમાં ઉતારી દેવામાં આવી છે. પેરિયાર નંદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચ ગઇ છે. નોકા સૈના પણ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.

કેરળમાં તમામ ૪૦ નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આઠમી ઓગષ્ટ બાદથી દક્ષિણપશ્ચિમ મોનસુનના ભારે વરસાદના કારણે ઉત્તરીય અને મધ્ય કેરળમાં ભારે નુકસાન થયુ છે. ભેખડો ધસી પડવાના બનાવમાં ૨૫ લોકોના મોત થયા હતા. હાલમાં ૪૩૯ રાહત કેમ્પોમાં ૫૩૫૦૧ લોકોને રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.