loader

Breaking News


Home > National > દબંગની આત્મહત્યા, પોલીસબેડામાં સન્નાટો, બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં એકરાર.


Foto

દબંગની આત્મહત્યા, પોલીસબેડામાં સન્નાટો, બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં એકરાર.

May 12, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:મહારાષ્ટ્ર પોલીસનાં ૧૯૮૮ની બેચનાં આઈપીએસ ઓફિસર અને રાજ્યનાં ઓડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ હિમાંશુ રોયે શુક્રવારે પોતાનાં નીવાસસ્થાન સુનીતી એપાર્ટમેન્ટમાં બપોર એક વાગ્યાને ૪૦ મિનિટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. લોહીલુહાણની હાલતમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયાં જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતાં.

હિમાંશુ રોય છેલ્લાં બે વર્ષથી હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યાં હતાં જેનાં કારણે બે વર્ષથી મેડીકલ લીવ ઉપર હતાં અમેરિકા જઈને તેમણે ઈલાજ પણ કરાવ્યો હતો છતાં તેમને બીજીવાર કેન્સરની બીમારી લાગુ પડી ગઈ હતી જેનાં કારણે તેઓ છેલ્લા થોડા સમયથી તેઓ ખુબ જ હતાશ થઇ ગયાં હતાં.મુંબઈ પોલીસમાં સુપરકોપ તરીકેની છાપ ધરાવતાં અને હાલ એડિશનલ ડીજીનો પદભાર સંભાળતા ૧૯૮૮ની બેચનાં આઈપીએસ ઓફીસર હિમાંશુ રોયે પોતાની સુસાઇડ નોટમાં પોતે બોનમેરોનાં કેન્સરના કારણે હતાશામાં સરી પડી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે એવું લખ્યું હતું.

એક શિસ્તબદ્ધ પોલીસ ઓફીસર તેમજ ભેજાબાજ પોલીસ ઓફિસર તરીકે હંમેશાં તેમને યાદ રાખવામાં આવશે. તેઓ બહુ જ મૃદુભાષી હતાં છતાં પણ તેઓની પાસે જુડો અને કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવતાં હતાં.પોલીસવાળાઓએ ફિટ રહેવું જ જોઈએ તેઓ આગ્રહ તેઓ રાખતાં હતાં, પોલીસસ્ટેશનોમાં જીમ ચાલું કરવાં તેમનો ખુબ જ મોટો ફાળો છે.

આ માટે તેઓને યાદ કરવામાં આવશે:

પોતાનાં ખબરીઓ અને પોતાનાં નેટવર્ક દ્વારા ભલભલા ગુનાઓનો છેદ ખોલનાર ઓફિસર તરીકે તેઓ કાયમ યાદ રાખવામાં આવશે. તેમનાં મહત્વનાં કેસોમાં પલ્લવી પુરકાયસ્થ કેસ, કસાબની ફાંસી, જેડે મર્ડર કેસ મીનાક્ષી થાપા, શક્તિમિલ બળાત્કાર કેસ મુખ્ય હતાં.

૨૦૧૩માં હિમાંશુ રોયે આઈપીએલનું સ્પોટફિક્સિંગ કૌભાંડ બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.પોતે સીએ હોવાથી પોતે તેમાં અંગત રસ લઇને પણ આઈપીએલમાં નાણાની લેતીદેતી અને આર્થિક ગોટાળાનું કૌભાંડ બહાર પાડ્યું હતું. આ કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આખો દેશ હચમચી ગયો હતો. દારાસિંગનાં પુત્ર વિન્દુદારાસિંહનું નામ આ કૌભાંડમાં બહાર આવ્યું હતું, ત્યારે બી-ટાઉનમાં ચકચાર મચી ગયો હતો.